For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોનીની માફક કેપ્ટન કૂલ બનવું છે પાક.ની મહિલા સુકાની ફાતિમા સનાને

10:45 AM Sep 04, 2025 IST | Bhumika
ધોનીની માફક કેપ્ટન કૂલ બનવું છે પાક ની મહિલા સુકાની ફાતિમા સનાને

5 ઓકટોબરે ભારતીય ટીમ સાથે કોલંબોમાં ટકરાશે પાકિસ્તાન

Advertisement

રવિવાર, પાંચમી ઑક્ટોબરે (બપોરે 3.00 વાગ્યાથી) કોલંબોમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટીમ સામે ટક્કર લેનાર પાકિસ્તાની ટીમની નવી સુકાની ફાતિમા સના જો આપણા ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની માફક કેપ્ટન કૂલના અભિગમમાં જોવા મળે તો નવાઈ નહીં પામતા, કારણકે ખુદ ફાતિમાએ જ એક મુલાકાતમાં કહ્યું છે કે મારે એમએસ ધોનીની માફક કેપ્ટન કૂલ બનવું છે.

30મી સપ્ટેમ્બરે ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ શરૂૂ થશે અને એમાં પાકિસ્તાનની ટીમના નેતૃત્વની જવાબદારી પેસ બોલિંગ ઑલરાઉન્ડર ફાતિમા સના ને સોંપાઈ છે. તેણે 34 વન-ડેમાં 45 વિકેટ લીધી છે અને 397 રન કર્યા છે. પાકિસ્તાની ટીમની તમામ મેચો કોલંબોમાં રમાશે. પાકિસ્તાનની ટીમ ક્વોલિફાયર્સમાં અપરાજિત હતી અને હવે વિશ્વ કપમાં એની પ્રથમ મેચ બીજી ઑક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાશે.

Advertisement

ફાતિમાએ એક મુલાકાતમાં કહ્યું, વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં કેપ્ટન્સી સંભાળવામાં શરૂઆતમાં થોડું નર્વસ થઈ જવાય, પણ મેં એમએસ ધોનીના અભિગમ પરથી પ્રેરણા લીધી છે. મેદાન પર કેવી રીતે તત્કાળ નિર્ણયો લેવા, મગજ ઠંડુ રાખીને કેવી રીતે નેતૃત્વ સંભાળવું અને પોતાના ખેલાડીઓને કેવી રીતે સપોર્ટ કરવો એ બધુ મેં ધોનીની કેપ્ટન્સી પરથી શીખી લીધું છે.

મને નેતૃત્વની જવાબદારી મળી ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે ધોની જેવા સુકાની બનવું જ છે. મેં તેના ઇન્ટરવ્યૂ પણ જોયા છે અને એમાંથી પણ ઘણું શીખી છું. હું પાકિસ્તાની ટીમને સેમિ ફાઇનલમાં લઈ જવા દૃઢનિશ્ચયી છું. પાકિસ્તાનની મહિલા ટીમ પાંચ વન-ડે વર્લ્ડ કપ રમી છે જેમાંથી 1997, 2013 અને 2017ના વિશ્વ કપમાં પાકિસ્તાની ટીમ એક પણ મેચ નહોતી જીતી. 2022ના વર્લ્ડ કપમાં પાકિસ્તાની મહિલાઓ ફક્ત વેસ્ટ ઇન્ડિઝ સામે જીતી હતી અને તેમની ટીમ છેક છેલ્લા સ્થાને રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement