એશિયા કપમાં ટચુકડા ઓમાન સામે પાકિસ્તાન ટીમની જીત
10:54 AM Sep 13, 2025 IST
|
Bhumika
Advertisement
161 રનના લક્ષ્યાંક સામે 67 રનમાં ઓલઆઉટ
Advertisement
એશિયા કપમાં પાકિસ્તાને ગઇકાલે ઓમાન જેવી નવીસવી ટીમ સામે સાત વિકેટ ગુમાવી દીધા બાદ એને હરાવવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાને 161 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ઓમાનની ટીમ છેક 17મી ઓવરમાં 67 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાન વતી સઇમ અયુબ, સુફિયાન અને ફહીમ અશરફે બે-બે વિકેટ લીધી હતી. પહેલાં, પાકિસ્તાને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને 20 ઓવરમાં સાત વિકેટે 160 રન કર્યા હતા. પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં આવેલા કરાચીમાં જન્મેલો ઓમાનનો લેફ્ટ-આર્મ સ્પિનર આમીર કલીમ પાકિસ્તાનની ટીમને સૌથી ભારે પડ્યો હતો. તેણે 31 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે એ ત્રણ વિકેટ બે ઓવરમાં કુલ મળીને ફક્ત સાત બોલમાં મેળવી હતી. પાકિસ્તાનની ઇનિંગ્સ દરમ્યાન ડ્રેસિંગ-રૂૂમમાં કેપ્ટન સલમાન આગા અને કોચ માઇક હેસન ચિંતિત હાલતમાં દેખાયા હતા.
Next Article
Advertisement