ICC -2025 માટે પાકિસ્તાન સજ્જ, સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવાશે
પાકિસ્તાનમાં 29 વર્ષ બાદ ICC ઈવેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે કોઈ કસર છોડવા માંગતું નથી. આ જ કારણ છે કે ટૂર્નામેન્ટની તૈયારીમાં PCBપોતાના સ્ટેડિયમને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે મોટી રકમ ખર્ચી રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત છે. ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી અને એવું માનવામાં આવે છે કે ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલના આધારે કરવામાં આવશે, જેમાં ભારતની મેચ પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશમાં યોજવામાં આવશે. પાકિસ્તાની બોર્ડ તૈયારીઓમાં કોઈ કસર છોડી રહ્યું નથી અને ભારે ખર્ચ કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર, PCBટૂર્નામેન્ટ માટે સ્ટેડિયમને ફરીથી તૈયાર કરવા માટે લગભગ 13 અબજ રૂૂપિયા ખર્ચ કરી રહ્યું છે.લગભગ 8 વર્ષની રાહ જોયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ફરી પાછી ફરી રહી છે અને પ્રથમ વખત પાકિસ્તાન તેની યજમાની કરી રહ્યું છે. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી આ ટૂર્નામેન્ટ છેલ્લા 29 વર્ષમાં પાકિસ્તાનની ધરતી પર પ્રથમ ICC ઈવેન્ટ છે.