For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની રેસમાંથી બહાર

10:54 AM Oct 17, 2025 IST | Bhumika
પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની રેસમાંથી બહાર

બુધવારે મહિલાઓનાં વન-ડે વર્લ્ડ કપમાં વરસાદને કારણે મેચ અનિર્ણીત રાખવામાં આવતાં ઇંગ્લેન્ડની ટીમ શરમજનક પરાજયથી બચી ગઈ હતી અને પોઈન્ટ્સ ટેબલમાં એણે મોખરે સ્થાન મજબૂત બનાવી લીધું હતું, જ્યારે બીજી તરફ પાકિસ્તાનની ટીમ ઐતિહાસિક વિજયથી વંચિત રહેવા ઉપરાંત હવે સેમિ ફાઇનલ માટેની રેસની લગભગ બહાર થઈ ગઈ છે.

Advertisement

વરસાદને કારણે કોલંબોમાં શ્રીલંકા અને ન્યૂ ઝીલેન્ડની મેચ વરસાદને લીધે રદ કરવામાં આવતાં બુધવારની મેચ વિશે પણ એવો જ ડર હતો. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન ની મેચ મેઘરાજાની મહેરબાનીને કારણે અધવચ્ચે અનિર્ણીત જાહેર કરવામાં આવી હતી. એ વખતે પાકિસ્તાનને ડક્વર્થ-લુઇસ પદ્ધતિ અનુસાર 31 ઓવરમાં જીતવા માટે 113 રનનો નવો લક્ષ્યાંક મળ્યો હતો, પણ પાકિસ્તાનનો સ્કોર 6.4 ઓવરમાં વિના વિકેટે 34 રન હતો ત્યારે ફરી વરસાદ પડતાં મેચ પડતી મૂકવામાં આવી હતી અને બન્ને ટીમને એક-એક પોઇન્ટ અપાયા હતા.

હવે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં લગભગ પહોંચી જ ગયું છે, જયારે પાકિસ્તાની ટીમ ફક્ત એક પોઇન્ટ સાથે સાવ તળિયે છે. એની પાસે માત્ર એક પોઇન્ટ છે અને આઠેય ટીમમાં પાકિસ્તાનનો નેટ રનરેટ (-1.887) સૌથી ખરાબ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement