વન ડે પહેલાંના પ્રેક્ટિસ સેશનમાં ફકત ચાર જ ખેલાડી પહોંચ્યા
વિરાટ-રોહિતે પણ આરામ કરવાનો નિર્ણય લીધો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ પહેલા મોટા સમાચાર એ છે કે પ્રેક્ટિસ માટે ફક્ત ચાર ખેલાડીઓ મેદાન પર પહોંચ્યા હતા. ગૌતમ ગંભીર અને અન્ય સપોર્ટ સ્ટાફ પણ હાજર હતા, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માએ આરામ કરવાનો નિર્ણય લીધો. હકીકતમાં, ટીમ ઈન્ડિયાએ આ મેચ માટે કોઈ પ્રેક્ટિસ સેશન યોજ્યું ન હતું. જોકે, આ એક વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન હતું, જેમાં ફક્ત ચાર ખેલાડીઓએ હાજરી આપી હતી. યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર અને નીતિશ કુમાર રેડ્ડી આ સત્રમાં હાજર રહ્યા હતા. વિશાખાપટ્ટનમ વનડે યશસ્વી જયસ્વાલ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે છેલ્લી બે મેચમાં સારી શરૂૂઆત કરવામાં સફળ રહ્યો હતો અને ખરાબ શોટ રમી આઉટ થયો હતો. 23 વર્ષીય બેટ્સમેને પહેલી મેચમાં 18 અને બીજી મેચમાં 22 રન બનાવ્યા હતા. શુભમન ગિલની ઈજાને કારણે યશસ્વીને ODI શ્રેણીમાં તક આપવામાં આવી હતી. જો તે ત્રીજી ઘઉઈંમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ જાય, તો ODI ટીમમાં તેનું સ્થાન મુશ્કેલ બનશે.