IPL-2025માં 84 નહીં 74 મેચ જ રમાશે: જય શાહ
BCCIના કોન્ટ્રાકટ મુજબ 84 મેચ રમવાની વાત છે
આઈપીએલ 2025 માટે પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. આ વખતે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવનાર છે. તેથી, ઘણા ખેલાડીઓની ટીમો બદલાશે. આ દરમિયાન વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટુર્નામેન્ટમાં મેચોની સંખ્યા વધારવા પર વિચાર કરી રહ્યું છે. પરંતુ આ સિઝનમાં માત્ર 74 મેચ જ રમાય તેવી શક્યતા છે.
એક રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે કહ્યું છે કે આઇપીએલ માં મેચો વધારી શકાય છે. જય શાહે કહ્યું, અમે હજુ સુધી આઈપીએલ 2025 માટે 84 મેચ યોજવાનું નક્કી કર્યું નથી ખેલાડીઓ પહેલેથી જ લોડ છે. જોકે આ કરારનો એક ભાગ છે. પરંતુ બીસીસીઆઇ નક્કી કરશે કે 74 મેચ રમાશે કે 84 મેચ રમાશે મહત્વની વાત એ છે કે બીસીસીઆઇના મીડિયા રાઇટ્સ અને સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ મુજબ આઇપીએલ 2025 અને 2026ની સિઝનમાં 84 મેચ રમવાની છે.
બીસીસીઆઈ આઈપીએલમાં વધુ મેચ લંબાવવાની યોજના બનાવી શકે છે. 2025 અને 2026 માટે 84 મેચોની યોજના હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પછી આઇપીએલ 2027માં 94 મેચો યોજવાની યોજના બનાવી શકાય છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આઇપીએલ ટીવી અને ડિજિટલ રાઈટ્સ, સ્ટાર ઈન્ડિયા અને ટશફભજ્ઞક્ષ 18ના માલિકો 74 મેચોની તરફેણમાં છે. ફ્રેન્ચાઇઝી 84 મેચોની તરફેણમાં છે.