રોહિત શર્માએ 45 દિવસમાં 20 કિલો વજન ઘટાડ્યું
ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 45 દિવસ દરમિયાન 20 કિલો વજન ઘટાડ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયા કપ પછી ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે કે જ્યાં ટીમ વનડે ઇન્ટરનેશનલ મેચની શ્રેણી રમવાની છે. આ શ્રેણી પૂર્વે નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે ભારતના તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવે છે. આ ટેસ્ટ ને બ્રોંકો ટેસ્ટ પણ કહેવામાં આવે છે. 38 વર્ષે રોહિત શર્માએ પણ આ બ્રોન્કો ટેસ્ટ પાસ કરી લીધો છે.
આ ટેસ્ટ મેચમાં મર્યાદિત પાંચ મિનિટના સમયમાં જે ડ્રીલ કરવાની હોય છે તે પણ રોહિત શર્માએ સફળતાપૂર્વક પાર કરી હતી. ઉપરાંત 1200 મીટર નું રનીંગ કરવાનું હોય છે. તેના માટે પણ એક નિર્ધારિત સમય નક્કી કરવામાં આવ્યો હોય છે તે પણ રોહિત શર્માએ પાસ કર્યો છે. બ્રોન્કો ટેસ્ટ પાસ કર્યા બાદ રોહિત શર્મા ગઈકાલે મુંબઈ પરત ફર્યો હતો. નવાઈની બાબત તો એ છે કે ઓસ્ટ્રેલિયા શ્રેણી માટે સંપૂર્ણ સજ્જ થવા માટે રોહિત શર્માએ છેલ્લા 45 દિવસ દરમિયાન 20 કિલો જેટલું વજન ઘટાડ્યું છે હાલ તે એકદમ ફિટ દેખાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા સામેની એક દિવસીય શ્રેણીમાં વિરાટ અને રોહિત નું પુનરાગમન થશે.