IPL 2026 પહેલાં નવ ખેલાડીઓએ બદલી ટીમ
રવિન્દ્ર જાડેજા, સૈમ કરન ચૈન્નઇથી રાજસ્થાનમાં, સંજુ સેમસન-ચૈન્નઇમાં, શમી હૈદરાબાદમાંથી લખનૌમાં ગયા
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓને ટ્રેડ કરવાની પ્રથા નવી નથી. 2009 સીઝનમાં શિખર ધવન, આશિષ નેહરા, ઝહીર ખાન અને રોબિન ઉથપ્પા ટ્રેડ થનારા પ્રથમ ખેલાડીઓ હતા. હવે, 2025 આવતા ખેલાડીઓને ટ્રેડ કરવાનો વિષય વધુ લોકપ્રિય અને ચર્ચાસ્પદ બન્યો છે. 15 નવેમ્બરના રોજ બધી 10 ટીમોએ IPL 2026 માટે તેમની રીટેન્શન યાદીઓ જાહેર કરી. જોકે, રીટેન્શન ફાઇનલ થાય તે પહેલાં જ ઘણા ખેલાડીઓએ ટીમો બદલી.
રવિન્દ્ર જાડેજા(ચેન્નઈથી રાજસ્થાન)
રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ છોડીને રાજસ્થાન રોયલ્સમાં ગયો છે. જાડેજાને CSK માં રૂ. 18 કરોડ પગાર મળતો હતો, પરંતુ રાજસ્થાનમાં તેને રૂ. 14 કરોડ પગાર મળશે. જાડેજા અને સંજુ સેમસન ટ્રેડ ડીલના ભાગ રૂૂપે રાજસ્થાન ટીમમાં જોડાયા છે.
સૈમ કર્રન (ચેન્નઈથી રાજસ્થાન)
સેમ કર્રન પણ સંજુ સેમસનવાળી ટ્રેડ ડીલનો ભાગ રહ્યો. જાડેજાની સાથે, સેમ કર્રન પણ ચેન્નઈ સુપર કિંગ્સ છોડીને IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે રમશે. તેને રૂ. 2.4 કરોડનો પગાર મળશે.
સંજુ સૈમસન (રાજસ્થાનથી ચેન્નઈ)
વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સથી ચેન્નઈ સુપર કિંગ્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. રાજસ્થાને સેમસનના બદલામાં જાડેજા અને કર્રન માંગણી કરી હતી. સેમસનને CSK તરફથી રૂ. 18 કરોડ મળશે.
મોહમ્મદ શમી (હૈદરાબાદથી લખનૌ)
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સનરાઇઝર્સ હૈદરાબાદ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો છે. તેને LSG તરફથી રૂ. 10 કરોડનો પગાર મળશે, જે ગયા સીઝન જેટલો જ છે. શમીએ 2023 માં ગુજરાત ટાઇટન્સ માટે પર્પલ કેપ જીતી હતી.
અર્જુન તેંડુલકર (મુંબઈથી લખનૌ)
અર્જુન તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સ સાથે પાંચ વર્ષ રહ્યા પછી લખનૌ સુપર જાયન્ટ્સમાં ગયો છે. અર્જુને આ પાંચ વર્ષમાં MI માટે માત્ર ત્રણ મેચ રમી હતી. LSG તરફથી તેને રૂ. 30 લાખનો પગાર મળશે.
નીતિશ રાણા (રાજસ્થાનથી દિલ્હી)
રાજસ્થાન રોયલ્સ માટે માત્ર એક સીઝન રમ્યા બાદ નીતિશ રાણા IPL 2026 માં દિલ્હી કેપિટલ્સ માટે રમશે. રાણાને 100 થી વધુ IPL મેચોનો અનુભવ છે અને દિલ્હી દ્વારા તેમના વર્તમાન પગાર રૂ. 4.2 કરોડમાં ટ્રેડ કરવામાં આવ્યો હતો.
શાર્દુલ ઠાકુર (લખનૌથી મુંબઈ)
બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા LSG પાસેથી ટ્રેડ કરવામાં આવ્યો હતો. MI એ કેશ ડીલના માધ્યમથી ઠાકુરને ટ્રેડ કર્યો હતો અને તેને આગામી સીઝન માટે રૂ. 2 કરોડનો પગાર મળશે.
ડોનોવન ફરેરા (દિલ્હીથી રાજસ્થાન)
IPL 2026 માટે ટ્રેડ થનારા એકમાત્ર વિદેશી ખેલાડી ડોનોવન ફેરેરા છે. તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા દિલ્હી કેપિટલ્સ તરફથી ટ્રેડ કરવામાં આવ્યો હતો. તેના પગારમાં રૂ. 25 લાખનો વધારો થયો છે, એટલે કે હવે તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા રૂ. 1 કરોડ ચૂકવવામાં આવશે.
મયંક મારકંડે (કોલકાતાથી મુંબઈ)
લેગ સ્પિન બોલર મયંક મારકંડે મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. MI એ તેને KKR થી ટ્રેડ કર્યો છે. મારકંડે 2018 થી IPL નો ભાગ છે અને અત્યાર સુધીમાં 37 વિકેટો લઈ ચૂક્યો છે. તેને મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રૂ. 30 લાખનો પગાર મળશે.
સનરાઇઝર્સ હૈદરાબાદનું સુકાન ફરી પેટ કમિન્સને
2026 શરૂૂ થાય તે પહેલાં હજુ ઘણો સમય બાકી છે. IPL 2026 ની હરાજી પણ યોજાશે. IPL 2026 ની હરાજી માટેની તારીખ અને સ્થળની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષની 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં ખેલાડીઓની હરાજી થશે. હરાજી પહેલા લગભગ એક મહિના પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. કમિન્સ સતત ત્રીજી IPL સીઝન માટે SRH નું નેતૃત્વ કરશે. ફ્રેન્ચાઇઝીએ તેના સત્તાવાર પડથ એકાઉન્ટ પર તેના ફોટા શેર કરીને કમિન્સની નિમણૂકની પુષ્ટિ કરી. જોકે, SRH એ વધુ કોઈ માહિતી આપી નથી. કમિન્સ 2024 થી SRH નું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામનું સ્થાન કેપ્ટન તરીકે લીધું. SRH એ 2024 IPL હરાજીમાં કમિન્સને રૂ. 20.50 કરોડની મોટી રકમમાં હસ્તગત કર્યો. તાજેતરમા SRH એ તેની રીટેન્શન યાદી જાહેર કરી. ટીમે તેના કોર ગ્રુપને જાળવી રાખ્યું છે. કેપ્ટન પેટ કમિન્સ ઉપરાંત, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, અનિકેત વર્મા, ઇશાન કિશન, હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડી જેવા ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે.