જે ચાહક કેચ પકડશે બોલ તેનો, ક્રિકેટમાં લાગુ પડશે નવો નિયમ
રવિવારે શરૂ થનાર મહિલા બિગ બૈશ લીગથી લાગુ પડી શકે
બિગ બેશ લીગમાં એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જેના કારણે ચાહકોને મોટો ફાયદો મળી શકે છે. 9 નવેમ્બરથી શરુ થનારી મહિલા બિગ બૈશ લીગમાં આ નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ નિયમ લાગુ થતાં મોટી સંખ્યામાં ચાહકો ઉત્સાહની સાથે મેચ જોવા માટે આવી શકે છે. આ નિયમ માત્ર બેસબોલમાં લાગુ છે પરંતુ પહેલી વખત બિગ બૈશ લીગમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. જે મુજબ જેમણે કેચ પકડ્યો બોલ તેનો થઈ જશે.
આ વખતે બિગ બૈશ લીગમાં બેસબોલનો પ્રતિષ્ઠિત ફેન કેચ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. 9 નવેમ્બરથી શરુ થનારી મહિલા બિગ બેશ લીગમાં તેની શરુઆત થઈ શકે છે. આ નિયમ મુજબ કેચ દરમિયાન જો કોઈ પણ બોલ ચાહકોની પાસે પહોંચી જાય છે અને ચાહકો કેચ લે છે. તો આ બોલ પોતાની પાસે રાખી શકશે.
આ નિયમ બેસબોલ સંસ્કૃતિને દર્શાવે છે. જ્યાં ચાહકો નિયમિત રુપે ફાઉલ બોલ પકડવા માટે મોજા પહેરે છે અને સ્ટેન્ડમાં બોલ પડે તેની ઉત્સાહથી રાહ જુએ છે. ક્રિકેટમાં આ પહેલી વાર આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ વેસ્ટપેક દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો છે, જે આ વર્ષની શરૂૂઆતમાં કોમનવેલ્થ બેંક સાથેના કરાર બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના બેંક સ્પોન્સર બન્યા હતા.
