ડાયમંડ લીગની ફાઇનલમાં જોવા મળશે નીરજ ચોપરાનો જલવો, ક્વોલિફાય થયા
13મીથી બેલ્જિયમના બ્રુસેલ્સમાં યોજાશે ટૂર્નામેન્ટ
ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર પોતાનો જલાવો બતાવી શકે છે. નીરજે ડાયમંડ લીગ ફાઈનલ્સ 2024 માટે ક્વોલિફાય કર્યું છે. આ ટુર્નામેન્ટ 13 સપ્ટેમ્બરથી બેલ્જિયમના બ્રુસેલ્સમાં યોજાવાની છે. હાલ ટૂર્નામેન્ટને લઈને નીરજ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. મહત્ત્વની વાત એ કે પેરીસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર પાકિસ્તાનનો અરશદ નદીમ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી.જોકે, નીરજને હજુ પણ આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. નીરજની સાથે એન્ડરસન પીટર્સે પણ ક્વોલિફાય કર્યું છે.
નીરજે આ વર્ષે ચારમાંથી માત્ર બે ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જો કે, આમ છતાં તે ફાઈનલ થયો છે. નીરજે ઝ્યુરિચ ડાયમંડ લીગ 2024માં ભાગ ન હતો લીધો. તેણે કહ્યું હતું કે રણનીતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયમંડ લીગ ફાઈનલ્સ માટે ક્વોલિફાય થવા માટે ટોપ 6માં રહેવું જરૂૂરી છે. નીરજ રેન્કિંગમાં ચોથા સ્થાને છે. અરશદની ગેરહાજરી છતાં નીરજ ચોપરાને ડાયમંડ લીગની ફાઈનલમાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. એન્ડરસન પીટર્સનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ચેમ્પિયનશિપમાં બે વખત ગોલ્ડ જીત્યો છે. એન્ડરસને 2019 અને 2022માં ગોલ્ડ જીત્યો હતો.