For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં જીત્યો ગોલ્ડ મેડલ

11:20 AM Jun 25, 2025 IST | Bhumika
નીરજ ચોપરાએ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં જીત્યો ગોલ્ડ મેડલ

પેરિસ ડાયમંડ લીગ બાદ સતત બીજી જીત

Advertisement

ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ચેક રિપબ્લિકમાં આયોજિત ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં ગોલ્ડ મેડલ જીતીને વધુ એક આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું છે. નીરજ ત્રીજા રાઉન્ડમાં 85.29 મીટર ફેંક્યો, જેને કોઈ અન્ય ખેલાડી પાર કરી શક્યો નહીં. દક્ષિણ આફ્રિકાના ડવ સ્મિટે બીજા રાઉન્ડમાં 84.12 મીટર ફેંક્યો, જે છ રાઉન્ડમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે બીજા સ્થાને રહ્યો. ગ્રેનેડાના પીટર એન્ડરસને તેના પહેલા પ્રયાસમાં 83.63 મીટર ફેંક્યો અને આ છ રાઉન્ડમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તે ત્રીજા સ્થાને રહ્યો હતો.નીરજ અગાઉ 2018માં ઓસ્ટ્રાવામાં IAAF કોન્ટિનેન્ટલ કપમાં ભાગ લીધો હતો, જ્યાં તે 80.24 મીટરના થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો. જોકે, ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇકમાં આ તેનો પહેલો દેખાવ હતો.

નીરજ ચોપરાએ ફાઉલ થ્રો સાથે ઇવેન્ટનો અંત કર્યો. પરંતુ વિશ્વ ચેમ્પિયન ચોપરા તેના પ્રદર્શનથી ખુશ હશે કારણ કે તેણે પેરિસ ડાયમંડ લીગ પછી સતત બીજી ઇવેન્ટ જીતી છે. આ સીઝનની તેની પાંચમી સ્પર્ધા હતી. તેણે વર્ષની શરૂૂઆત દક્ષિણ આફ્રિકાના પોટચેફસ્ટ્રૂમમાં એક ઈન્વિટેશનલ મીટથી કરી હતી, જ્યાં તેણે 84.52 મીટરના થ્રો સાથે જીત મેળવી હતી.

Advertisement

ભારતના સ્ટાર ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025ના પુરુષોના ભાલા ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. 20 જૂન (શુક્રવાર) ના રોજ પેરિસમાં યોજાયેલી આ સ્પર્ધામાં નીરજ તેના નજીકના હરીફ જર્મનીના જૂલિયન વેબરને હરાવ્યો હતો. નીરજ છેલ્લી બે ટુર્નામેન્ટમાં વેબર સામે હારી ગયો હતો પરંતુ હવે તેણે તે બે હારનો બદલો લઈ લીધો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement