ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

10:50 AM Sep 03, 2025 IST | Bhumika
Advertisement

તા.13થી 21 દરમિયાન ટોક્યોમાં યોજાશે, 19 સભ્યોની ટીમ જાહેર

Advertisement

ટોક્યોમા 13થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે ભારતની 19 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમનું નેતૃત્વ સ્ટાર જેવ્લિન થ્રોઅર નીરજ ચોપરા કરશે. ભારતના ઇતિહાસમાં આ પહેલી વાર હશે જ્યારે ચાર ભારતીય પુરુષ જેવ્લિન થ્રોઅર નીરજ ચોપરા, સચિન યાદવ, યશવીર સિંઘ અને રોહિત યાદવ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે છેલ્લી ટુર્નામેન્ટમાં પણ ચાર ભારતીયોએ ક્વોલિફાય કર્યું હતું પરંતુ રોહિત ઈજાને કારણે બહાર થઈ ગયો હતો.

ભારતીય ટીમમા પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે જેમની પસંદગી એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI )ની વરિષ્ઠ પસંદગી સમિતિની બેઠક બાદ કરવામા આવી હતી. ભારતે 2023માં હંગેરીમાં યોજાયેલી છેલ્લી ટુર્નામેન્ટમા સાત રિલે રેસર્સ સહિત 28 ખેલાડીઓ મોકલ્યા હતા. જોકે આ વખતે દેશ કોઈપણ રિલે ઇવેન્ટ માટે ક્વોલિફાય થઈ શક્યો નથી.

ચોપરાએ 2023 મા બુડાપેસ્ટમા ગોલ્ડ મેડલ જીત્યો હતો અને આ વખતે પણ તેના સિવાય કોઈ અન્ય ભારતીય મેડલ જીતે તેવું આશા ઘણી ઓછી છે. પુરુષોની 20 કિમી વોક એથ્લીટ અક્ષદીપ સિંઘનું નામ વિશ્વ રેન્કિંગમાં ક્વોલિફાય થવા છતાં તેમાં શામેલ નથી કારણ કે તે તબીબી રીતે ફિટ નથી. એશિયન ચેમ્પિયન હેપ્ટાથ્લીટ નંદિની અગાસરા પણ કોણીની ઈજામાંથી હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ નથી.

ભારતીય પુરુષ ટીમ
નીરજ ચોપરા, સચિન યાદવ, યશવીર સિંઘ અને રોહિત યાદવ (પુરુષ- ભાલા ફેંક ), મુરલી શ્રીશંકર (પુરુષ- લોંગ જમ્પ), ગુલવીર સિંઘ (પુરુષ-5,000 મીટર અને 10,000 મીટર), પ્રવીણ ચિત્રવેલ અને અબ્દુલ્લા અબુબકર (પુરુષ- ટ્રિપલ જમ્પ), સર્વેશ અનિલ કુશારે (પુરુષ- હાઈ જમ્પ), અનિમેષ કુજુર (પુરુષ- 200 મીટર), તેજસ શિરસે (પુરુષ- 110 મીટર હર્ડલ્સ), સર્વિન સેબેસ્ટિયન (પુરુષ- 20 કિમી રેસ વોક), રામ બાબુ અને સંદીપ કુમાર (પુરુષ- 35 કિમી રેસ વોક).

ભારતીય મહિલા ટીમ
પારુલ ચૌધરી અને અંકિતા ધ્યાની (મહિલા- 3000 મીટર સ્ટીપલચેઝ), અન્નુ રાની (મહિલા- ભાલા ફેંક), પ્રિયંકા ગોસ્વામી (મહિલા- 35 કિમી રેસ વોક), પૂજા (મહિલા- 800 મીટર અને 1500 મીટર)

Tags :
indiaindia newsNeeraj ChopraSportssports newsWorld Athletics Championships
Advertisement
Next Article
Advertisement