મારું મૌન એ મારી નબળાઈ નહીં શક્તિની નિશાની છે
ચહલ સાથે છૂટાછેડાની અફવા બાબતે અંતે ધનશ્રીની પ્રતિક્રિયા
યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાના સમાચાર પર ધનશ્રી વર્માએ આખરે પોતાનું મૌન તોડ્યું છે. ડાન્સરે તેના પર લાગેલા આરોપોને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરતી વખતે, તેણે અફવા ફેલાવનારાઓને યોગ્ય જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેણે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપવાની જરૂૂર નથી.
ધનશ્રીએ લખ્યું- છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હકીકતમાં તપાસ વિનાના પાયાવિહોણા લખાણો અને મારા પાત્રને કલંકિત કરનારા દ્વેષપૂર્ણ, ચહેરા વિનાના ટ્રોલ્સ ખરેખર પરેશાન કરે છે. મેં મારું નામ અને પ્રામાણિકતા વધારવા માટે વર્ષોથી સખત મહેનત કરી છે. મારું મૌન એ નબળાઈની નહીં, શક્તિની નિશાની છે. હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું ધનશ્રીએ પોસ્ટમાં આગળ લખ્યું નકારાત્મકતા ઓનલાઈન સરળતાથી ફેલાય છે, બીજાની સફળતા માટે હિંમત અને કરુણાની જરૂૂર છે. હું મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરું છું અને મારા મૂલ્યો પ્રત્યે સાચા રહીને આગળ વધું છું. સત્ય કોઈ સમજૂતીની જરૂૂર વગર ઊંચું રહે છે. ઓમ નમ: શિવાય.