ભારે રસાકસી બાદ દિલ્હી સામે મુંબઇનો રોમાંચક વિજય
કરૂણ નાયરની 22 બોલમાં વિસ્ફોટક ફિફ્ટી કામ ન આવી, દિલ્હીની વિજયકૂચ અટકી
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેચ નંબર-29 માં, દિલ્હી કેપિટલ્સનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થયો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો 12 રનથી વિજય થયો. દિલ્હીને જીતવા માટે 206 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 193 રનમાં જ લપેટાઇ ગઇ હતી. અંતિમ ત્રણ વિકેટ તો રન આઉટ થઇ હતી જે ખુબ જ નાટકીય હતું.
વર્તમાન IPL સિઝનમાં, દિલ્હી કેપિટલ્સે સતત ચાર મેચ જીતી છે અને અત્યાર સુધી અપરાજિત રહી છે. બીજી તરફ, પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે 5 મેચ રમી છે અને માત્ર એક જ જીતી છે.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે શરૂૂઆત ખૂબ જ ખરાબ કરી હતી કારણ કે તેઓએ પહેલા જ બોલ પર જેક ફ્રેઝર-મેકગર્કની વિકેટ ગુમાવી દીધી હતી, જેને દીપક ચહર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. જેક આઉટ થયા પછી, કરુણ નાયર ઈમ્પેક્ટ સબ તરીકે મેદાનમાં આવ્યો અને તેણે અભિષેક પોરેલ સાથે જબરદસ્ત ભાગીદારી કરી. નાયરે માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. નાયર અને પોરેલે બીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરીને દિલ્હીને ગતિ આપી. પઇમ્પેક્ટ સબથ કર્ણ શર્માએ એપોરેલને આઉટ કરીને ભાગીદારી તોડી. પોરેલે 25 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને પાંચ વિકેટે 205 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સની શરૂૂઆત સારી રહી. રાયન રિકેલ્ટન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ મળીને પ્રથમ વિકેટ માટે 47 રનની ભાગીદારી કરી. રોહિત ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ તે પોતાની ઇનિંગ્સ મોટી કરી શક્યો નહીં. રોહિતને સ્પિનર વિપ્રાજ નિગમ દ્વારા કઇઠ આઉટ આપવામાં આવ્યો. રોહિતે 12 બોલમાં 18 રન બનાવ્યા. મુંબઈને રાયન રિકેલ્ટનના રૂૂપમાં બીજો ફટકો પડ્યો, જે કુલદીપ યાદવના શાનદાર બોલથી બોલ્ડ થયો. રિકેલ્ટને 25 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા.
આ પછી, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ મળીને ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી અને મુંબઈ ઈન્ડિયન્સની બાજી સંભાળી. સૂર્યકુમારે 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 40 રન બનાવ્યા. સૂર્યકુમારની વિકેટ કુલદીપ યાદવે લીધી. સૂર્યકુમાર પછી, કેપ્ટન હાર્દિક પંડ્યા 2 રન બનાવીને આઉટ થયા, જેના કારણે મુંબઈનો સ્કોર 4 વિકેટે 138 રન સુધી પહોંચી ગયો. અહીંથી, તિલક વર્મા અને નમન ધીરે મળીને મુંબઈને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. તિલક વર્માએ 33 બોલમાં 6 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 59 રનની ઈનિંગ રમી. છેલ્લી ઓવરમાં તિલક મુકેશ કુમારનો શિકાર બન્યો. જ્યારે નમન ધીર માત્ર 17 બોલમાં 38 રન બનાવી અણનમ રહ્યો. નમનએ પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. નમન ધીર અને તિલક વર્મા વચ્ચે પાંચમી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઈ.
તિલકનો કેચ પકડવા જતા ખરાબ રીતે અથડાયા ખેલાડી
મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં, મેચમાં ફિલ્ડિંગ કરી રહેલા બે ખેલાડીઓ એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ ગયા. આ ટક્કરથી બધા ડરી ગયા અને બંને ખેલાડીઓને મેદાન છોડવું પડ્યું. તિલકના શોટમાં શક્તિનો અભાવ હતો અને બોલ હવામાં ઉછળ્યો. બોલ પકડવાની તક હતી અને તક ઝડપી લેવા માટે, મુકેશ કુમાર શોર્ટ થર્ડ મેનથી દોડ્યા જ્યારે આશુતોષ શર્મા બેકવર્ડ પોઈન્ટથી દોડ્યા. પરંતુ બંનેએ એકબીજાને જોયા નહીં અને તેના કારણે તેમની વચ્ચે હિંસક અથડામણ થઈ. બંનેના માથા અથડાયા અને તેમના આખા શરીર પણ એકબીજા સાથે અથડાઈ ગયા. કેચ તો ન પકડાયો પણ ટક્કર બાદ મુકેશ અને આશુતોષ જમીન પર પડી ગયા.મેડિકલ ટીમ તાત્કાલિક મેદાનમાં દોડી ગઈ, જ્યાં તેમણે બંનેની તપાસ કરી. મેચ લાંબા સમય સુધી વિક્ષેપિત ન થાય અને ઘાયલ ખેલાડીઓની યોગ્ય રીતે તપાસ થઈ શકે તે માટે, આશુતોષ અને મુકેશને મેદાનની બહાર લઈ જવામાં આવ્યા. આ કારણે દિલ્હીને બે અવેજી ખેલાડીઓને મેદાનમાં ઉતારવા પડ્યા.