મુંબઇ ઇન્ડિયન્સ જીતશે IPLનો તાજ, બ્રેટ લીની ચોંકાવનારી આગાહી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આઇપીએલ 2025ની શરૂૂઆત 22 માર્ચથી થવાની છે. લીગની અંતિમ મેચ 25 મેના રમાશે. બધી 10 ટીમોએ 18મી સીઝન માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર બ્રેટ લીએ લીગના ચેમ્પિયન વિશે મોટી ભવિષ્યવાણી કરી છે.
આઈપીએલમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સના નામે છે. બંનેએ લીગમાં કુલ પાંચ-પાંચ ટ્રોફી જીતી છે. જ્યારે ગયા વર્ષના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 3 ટાઇટલ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહેલી સિઝન પછી પોતાનું પહેલું ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે.
જો બ્રેટ લીનું માનીએ તો છઈઇ આ વર્ષે પણ આઇપીએલ ટ્રોફી જીતી શકશે નહીં. બ્રેટ લીએ કહ્યું છે કે મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે આઇપીએલ ટ્રોફી જીતી શકે છે. બ્રેટ લીએ એમઆઈને ચેમ્પિયન બનવા માટે શું કરવું પડશે તે પણ જણાવ્યું છે. બ્રેટ લી કહે છે કે આ વખતે ખિતાબ જીતવા માટે મુંબઈએ શરૂૂઆતથી જ મેચ જીતવી પડશે. ખરેખર છેલ્લા કેટલાક સીઝનથી ખઈંની શરૂૂઆત સારી રહી નથી.
બ્રેટે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, છેલ્લા 4-5 વર્ષમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે સામાન્ય રીતે તેઓ પહેલી ચારથી પાંચ મેચ હારી જાય છે. હવે મુંબઈએ આ બદલવું પડશે. જો આ ટીમ શરૂૂઆતની મેચોમાં સારો દેખાવ કરે છે અને પહેલી 5-6 મેચ જીતે છે, તો તેઓ પ્લેઓફ માટે મજબૂત સ્થિતિમાં હશે. જો મુંબઈ ઈન્ડિયન્સ આવું કરે છે, તો તેઓ પોતાનું છઠ્ઠું ટાઇટલ જીતી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અંગે બ્રેટ લીએ કહ્યું, ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ટીમ ફરી બનાવી રહ્યુ છે. તેના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓ જતા રહ્યા છે, જ્યારે નવા ખેલાડીઓ આવ્યા છે. તેમના માટે તેમના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવું મહત્વપૂર્ણ રહેશે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો ચેન્નાઈના મુકાબલે વધુ છે.