ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજસ્થાનને 100 રને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટોપ ઉપર

10:42 AM May 02, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર, રોહિત શર્માએ 53 રન અને રાયન રિકેલ્ટને 61 રન ફટકાર્યા

Advertisement

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શાનદાર રીતે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હરાવ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. રાજસ્થાન રોયલ્સ માટે, કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 217 રન બનાવ્યા. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટન ટીમ માટે સૌથી મોટા હીરો સાબિત થયા હતા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી.

મુંબઈ ઈન્ડિયન્સને 13 વર્ષ પછી જયપુરમાં આઈપીએલમાં જીત મળી છે. આ પહેલા મુંબઈએ 2012માં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચ 10 વિકેટથી જીતી હતી. હવે 13 વર્ષ પછી હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં જયપુરમાં મુંબઈનો વિજય ખાતું ખુલ્યો છે. ચાલુ સિઝનમાં હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ મુંબઈનો આ સતત છઠ્ઠો વિજય છે. મુંબઈએ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં કુલ 9 આઈપીએલ મેચ રમી છે, જેમાંથી ટીમે 6 જીતી છે અને ફક્ત બે મેચ હારી છે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે, રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને ઇનિંગ્સની શરૂૂઆતથી જ સારી બેટિંગ કરી હતી. આ બંને ખેલાડીઓએ પહેલી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી અને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. રોહિતે 36 બોલમાં ખૂબ જ સરળતાથી 53 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય, રિકેલ્ટને 61 રનનું યોગદાન આપ્યું. રિકેલ્ટનને મહેશ તીક્ષના બોલ પર બોલ્ડ આઉટ કરવામાં આવ્યો. જ્યારે રોહિતને રિયાન પરાગે પેવેલિયન મોકલ્યો હતો. આ બે સિવાય રાજસ્થાનના અન્ય કોઈ બોલરને વિકેટ મળી ન હતી.

સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ સારી બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓએ છેલ્લી ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા. સૂર્યાએ 23 બોલમાં 48 રન બનાવ્યા. હાર્દિકે પણ 23 બોલમાં 48 રનનું યોગદાન આપ્યું. રાજસ્થાનના બોલરો મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં.

મુંબઈ ઈન્ડિયન્સ માટે, હાર્દિક પંડ્યા, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહની ઝડપી બોલિંગ ચોકડીએ શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોને હાથ ખોલવાની કોઈ તક આપી નહીં.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન ફ્લોપ
રાજસ્થાન રોયલ્સની શરૂૂઆત ખરાબ રહી હતી કારણ કે છેલ્લી મેચમાં દીપક ચહર તેમને મોટા સ્કોર માટે આઉટ કરી દીધા હતા. આ પછી, યશસ્વી જયસ્વાલ પણ ક્રીઝ પર ટકી શક્યો નહીં અને તે ટ્રેન્ટ બોલ્ટના બોલ પર ક્લીન બોલ્ડ થયો. નીતિશ રાણા, કેપ્ટન રિયાન પરાગ અને શિમરોન હેટમાયર પર મોટી ઇનિંગ્સ રમવાની જવાબદારી હતી, પરંતુ આ ખેલાડીઓ ખરાબ રીતે નિષ્ફળ ગયા. શુભમન દુબેએ 15 રન બનાવ્યા હતા.

Tags :
indiaindia newsIPLmumbai indiansRajasthanSportssports news
Advertisement
Advertisement