For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાંજે મુંબઈ-ગુજરાત વચ્ચે જંગ, હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે

10:58 AM May 30, 2025 IST | Bhumika
સાંજે મુંબઈ ગુજરાત વચ્ચે જંગ  હારનાર સ્પર્ધામાંથી બહાર ફેંકાશે

Advertisement

આઇપીએલ-2025 (IPL-2025)ના પ્લે-ઑફના નોકઆઉટ મુકાબલામાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (ખઈં) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે બરાબરીની ટક્કર છે જેમાં જીતનારી ટીમ ક્વોલિફાયર-ટૂમાં એટલે કે વધુ એક ટ્રોફીની વધુ નજીક પહોંચશે અને પરાજિત થનારી ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ જશે.
મુંબઈ પાંચ અને ગુજરાત એક ટાઇટલ જીત્યું છે.આજેે જીતનારી આ બેમાંની ટીમ ક્વોલિફાયર-ટૂમાં પંજાબ સામે રમશે અને એમાં વિજયી થનારી ટીમ ત્રીજી જૂનની ફાઇનલમાં બેંગલૂરુનો સામનો કરશે.

Advertisement

હાર્દિક પંડ્યા માટે આ મેચ ઘણી રીતે સ્પેશિયલ છે. અગાઉ મુંબઈ વતી માત્ર પ્લેયર તરીકે રમી ચૂકેલો હાર્દિક બે વર્ષથી કેપ્ટન છે અને મુંબઈને પોતાના સુકાનમાં પહેલી વાર ટાઇટલ અપાવવાનો તેની સામે મોટો પડકાર છે. જોકે આ મેચની હરીફ ટીમ તેની પોતાની જ ભૂતપૂર્વ ટીમ છે અને એની સામે હાર્દિકે જીત અપાવવાની છે.
શુભમન ગિલ ગુજરાતની ટીમનો સુકાની છે અને હાલમાં જ ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ મળ્યા પછી હવે તેના માટે આઇપીએલમાં ટાઇટલ જીતવાનો પડકાર છે અને એ મિશનની ખરી શરૂૂઆત તેણે આજે મુંબઈ સામે જીતીને કરવાની છે. એક નવાઈની વાત એ છે કે હાર્દિક તેના જ ભૂતપૂર્વ સાથી ખેલાડી અને હરીફ સુકાની ગિલને 23 બોલમાં ચાર વખત આઉટ કરી ચૂક્યો છે. શુક્રવારે બન્ને ટીમના હરીફો વચ્ચે ખરી હરીફાઈ બેઉ કેપ્ટન વચ્ચે જોવા મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement