For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના, જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદ

10:51 AM Nov 08, 2025 IST | admin
વર્લ્ડ કપ વિજેતા સ્મૃતિ મંધાના  જેમિમા અને રાધા યાદવ પર પૈસાનો વરસાદ

મહારાષ્ટ્ર સરકારે 2.25 કરોડ આપ્યા, કોચ અને સપોર્ટ સ્ટાફનું પણ સન્માન

Advertisement

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક ખાસ સન્માન સમારોહ દરમિયાન મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓ - સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને રાધા યાદવનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય ખેલાડીઓને ₹2.25 કરોડના રોકડ પુરસ્કારો અર્પણ કર્યા અને તેમને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવ્યા હતા.

સન્માન સમારોહ દક્ષિણ મુંબઈમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાયો હતો, જ્યાં ફડણવીસે કહ્યું હતું કે ભારતીય ટીમની જીતથી દેશની દરેક યુવતીને રમતગમતમાં આગળ વધવા અને વૈશ્વિક મંચ પર ચમકવા માટે પ્રેરણા મળી છે.

Advertisement

મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે કહ્યું હતું કે દુનિયાએ જોયું કે પહેલીવાર વર્લ્ડ કપ ભારતે જીત્યો. જે અત્યાર સુધી પરંપરાગત રીતે પસંદગીના દેશો પાસે જતો હતો. તેમણે ટીમના કોચ અમોલ મજુમદારને ₹22.5 લાખનો ચેક અર્પણ કર્યો હતો, જ્યારે સપોર્ટ સ્ટાફના દરેક સભ્યને ₹11 લાખ મળ્યા હતા. બોલિંગ કોચ અવિષ્કર સાલ્વી, ભૂતપૂર્વ ક્રિકેટર ડાયના એડુલજી, વિશ્ર્લેષક અનિરુદ્ધ દેશપાંડે, લોજિસ્ટિક્સ કોઓર્ડિનેટર અપર્ણા ગંભીરરાવ અને સપોર્ટ સ્ટાફ સભ્યો મિહિર ઉપાધ્યાય, પૂર્વા કાટે અને મમતા શિરુરુલ્લા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ મહિલા ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જવા માટે BCCI અને ICC પ્રમુખ જય શાહના યોગદાનની પણ પ્રશંસા કરી.

Advertisement
Tags :
Advertisement
Advertisement