ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને ટી-20 શ્રેણીમાં મેદાનમાં ઉતરશે મોહમ્મદ શમી
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે ટીમ ઈન્ડિયાને જે બોલરની જરૂૂર હતી તે હવે ફરી ટીમમાં પરત ફરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો વન મેન આર્મી સાબિત થયો. હવે ભારતીય ટીમ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે.
ડબલ્યુટીસી ફાઈનલમાંથી બહાર થયા બાદ બીસીસીઆઇએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂૂ કરી દીધું છે. લગભગ દોઢ વર્ષથી બહાર રહેલા મોહમ્મદ શમીએ વાપસી કરી છે. એવી અટકળો છે કે મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની વનડે અને ટી-20 શ્રેણીમાં વાપસી કરી શકે છે. લાંબા સમયથી મોહમ્મદ શમીની વાપસીના અહેવાલો આવી રહ્યા છે. તે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં રમે તેવી અપેક્ષા હતી. પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલિંગ કરતી વખતે તેના પગમાં સોજો જોવા મળ્યો હતો. જે બાદ શમી પર કોઈ જોખમ લેવામાં આવ્યું ન હતું.
હવે તે ઈંગ્લેન્ડ શ્રેણીમાં વાપસી કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમ 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે ટી-20 અને પછી વનડે શ્રેણી રમશે. શમીએ તેની તૈયારીનો એક વીડિયો શેર કર્યો છે. વર્લ્ડ કપ 2023માં મોહમ્મદ શમીએ પોતાની બોલિંગથી તબાહી મચાવી હતી. શમીને ટીમ ઈન્ડિયામાં મોડેથી સામેલ કરવામાં આવ્યો અને પછી તેણે એક પછી એક પોતાના પંજા ખોલ્યા. શમી વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર સાબિત થયો હતો. હવે તેનો આતંક ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ જોવા મળશે.