મોદી સ્ટેડિયમ ‘ઓપરેશન સિંદૂર’ની થીમ ઉપર તિરંગા લાઇટોથી ઝળહળશે, મેચ પહેલા શંકર મહાદેવનની લાઇવ કોન્સર્ટ
80 હજાર ટિકિટો ઓનલાઇન વેંચાઇ ગઇ, 25 હજાર ટિકિટો આમંત્રિતો-મહેમાનો માટે અનામત
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે. આ મેચમાં સમાપન સમારોહની થીમ ઓપરેશન સિંદૂર હશે. આખા સ્ટેડિયમને ત્રિરંગા લાઇટોથી શણગારવામાં આવ્યું છે. અને આ સમય દરમિયાન ગાયક શંકર મહાદેવન દ્વારા લાઇવ કોન્સર્ટ યોજાશે.
બીજી તરફ, સોમવારે દિલ્હી, બેંગલુરુ, મુંબઈ અને ચંદીગઢથી અમદાવાદ આવતી ફ્લાઇટ્સનું ભાડું 25 હજાર રૂૂપિયા સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ ભાડું 3500 રૂૂપિયાથી 5000 રૂૂપિયા સુધીનું હોય છે. તેવી જ રીતે, ઓનલાઈન પ્લેટફોર્મ પર 80 હજાર ટિકિટ વેચાઈ છે. અમદાવાદ સ્ટેડિયમમાં 1.32 લાખ લોકોની બેઠક ક્ષમતા છે. 25,000 બેઠકો અનામત રાખવામાં આવી છે.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું- ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે, અમે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને ચીફ ઓફ ધ એર સ્ટાફ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ સહિત અન્ય સર્વિસ ચીફ્સ, અધિકારીઓ અને જવાનોને અમદાવાદમાં IPL ફાઇનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે.
સાકિયાએ કહ્યું- સમાપન સમારોહ આપણા સૈનિકોને સમર્પિત છેબીસીસીઆઈ દેશના સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિ:સ્વાર્થ સેવાને સલામ કરે છે. સેના પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે, અમે સમાપન સમારોહ સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો અને આપણા નાયકોનું સન્માન કરવાનો નિર્ણય લીધો છે. ભલે ક્રિકેટ એક રાષ્ટ્રીય ઝનૂન રહ્યું છે, પણ આપણા રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા કરતાં વધુ મહત્વનું કંઈ નથી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ ફાઇનલ મેચ માટે 80,000 ટિકિટ ઓનલાઇન વેચાઈ ગઈ છે. આમાં, 25,000 ટિકિટ મફત હશે. આ ક્રિકેટ બોર્ડ સહિત અન્ય સંસ્થાઓને આપવામાં આવશે. આ ઉપરાંત, લશ્કરી કર્મચારીઓ માટે પણ બેઠકો અનામત રાખવામાં આવી છે.આજે મેટ્રો સેવાઓ નિયમિત સમય કરતાં વધુ રાત્રે 12.30 વાગ્યા સુધી ચાલશે. મેટ્રો મુસાફરોની સુવિધા માટે, GMRC એ IPL મેચના દિવસે પરત ફરવા માટે ખાસ પેપર ટિકિટ રજૂ કરી છે. આ ટિકિટથી જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.
આ કાગળની ટિકિટો મેચના દિવસે ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાય છે. તેનું ભાડું પ્રતિ વ્યક્તિ 50 રૂૂપિયા હશે.
ફાઇનલ મેચ જોવા આવેલા લોકો મોડી રાત્રે ઘરે પાછા ફરશે. આ કારણે નિગમે વધારાની AMTS બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. બસો રાત્રે 10 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી ચાલશે. મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા આચર ડેપોથી, આ બસો મણિનગર, ઓઢવ, વાસણા, ઉજાલા સર્કલ અને નારોલ વિસ્તારોમાં જશે. વધારાની રાત્રિ બસોનું ભાડું પ્રતિ મુસાફર 30 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
વિમાનના ભાડા આસમાને
ફાઇનલ મેચને લઇને વિમાનના ભાડા આસમાને પહોંચ્યા છે. સોમવારે દિલ્હી, બેંગલુરુ, મુંબઈ અને ચંદીગઢથી અમદાવાદ આવતી ફ્લાઇટ્સનું ભાડું 25 હજાર રૂૂપિયા સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ ભાડું 3500 થી 5000 રૂૂપિયા સુધીનું હોય છે. એટલું જ નહીં, ફાઇનલ મેચના બીજા દિવસે (બુધવારે) પણ મુંબઈ, દિલ્હી અને બેંગ્લોરની સવારની ફ્લાઇટ્સનું ભાડું 30 હજાર રૂૂપિયા સુધી પહોંચી ગયું છે. બપોરે 12 વાગ્યા પહેલા બેંગલુરુ માટે કુલ 5 ફ્લાઇટ્સ છે, જેમાંથી ફક્ત 2 ફ્લાઇટ્સમાં થોડી સીટો બાકી છે. તેમનું વિમાન ભાડું પણ 12 હજાર રૂપિયાથી વધીને 30 હજાર રૂૂપિયા થઈ ગયું છે.