For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેસીની ગોલની ફરી હેટ્રિક ગોલ્ડન બૂટ માટે દાવેદાર

02:20 PM Oct 20, 2025 IST | Bhumika
મેસીની ગોલની ફરી હેટ્રિક ગોલ્ડન બૂટ માટે દાવેદાર

ઇન્ટર માયામી કલબની ટીમને વિજય અપાવ્યો

Advertisement

અહીં મેજર લીગ સોકર (MLS ) ની કરીઅરમાં લિયોનેલ મેસીએ ગોલની બીજી હેટ-ટ્રિક કરીને ઇન્ટર માયામી ક્લબની ટીમને નેશવિલ એસસી સામેની મેચમાં વિજય અપાવ્યો હતો. માયામીનો 5-2થી વિજય થયો હતો. એ સાથે, મેસી હવે આ એમએલએસની વર્તમાન સીઝનને અંતે ગોલ્ડન બૂટ પુરસ્કાર માટે દાવેદાર બની ગયો છે. ગોલ્ડન બૂટ અવોર્ડ ટૂર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીને મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર તરીકે આપવામાં આવે છે અને એ માટે ડેનિસ બોઉએન્ગા ઉપરાંત હવે મેસી પણ દાવેદાર છે. હકીકતમાં મેસીના ગોલની સંખ્યા (29) ડેનિસના ગોલની સંખ્યા (24) કરતાં પાંચ વધુ છે એટલે મેસી પ્રબળ દાવેદાર છે. એમએલએસની વર્તમાન સીઝનમાં મેસી 29 ગોલ સાથે અગ્રેસર છે. છેલ્લે તેણે એક જ મેચમાં ગોલની હેટ-ટ્રિક ગયા વર્ષની 19મી ઑક્ટોબરે નોંધાવી હતી. ત્યારે ઇન્ટર માયામીએ ન્યૂ ઇંગ્લેન્ડ રિવોલ્યૂશન નામની ટીમને 6-2થી માત આપી હતી ઇન્ટર માયામીની ટીમ હવે પ્લે-ઑફના પ્રથમ રાઉન્ડમાં નેશવિલ એસસી ટીમ સામે જ રમશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement