For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેસી મેજિક, ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાં

10:50 AM Dec 01, 2025 IST | Bhumika
મેસી મેજિક  ઇન્ટર માયામી પહેલી વાર મેજર લીગની ફાઇનલમાં

આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી અમેરિકાની ઇન્ટર માયામી ટીમમાં જોડાયો ત્યાર પછી તેણે આ ટીમને 2023માં સૌપ્રથમ લીગ્સ કપની ટ્રોફી અપાવી ત્યાર બાદ હવે મેજર લીગ સોકર (એમએલએસ) કપનું ટાઇટલ પણ અપાવવાની તૈયારીમાં છે. શનિવારે મેસીની આગેવાનીમાં માયામીએ પહેલી વખત એમએલએસની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
માયામીએ ન્યૂ યોર્ક સિટી ફૂટબોલ ક્લબ (એફસી) સામેની મેચમાં 5-1થી વિજય મેળવીને એમએલએસની ફાઇનલ માં સ્થાન પાક્કું કર્યું હતું. આ પહેલાં માયામીની ટીમ આ ટૂર્નામેન્ટમાં અગાઉની પાંચ સીઝનમાં ક્યારેય ઓપનિંગ પોસ્ટસીઝન રાઉન્ડ પણ પાર નહોતું કરી શક્યું, જ્યારે હવે આ ટીમ મેસી અને બીજા ખેલાડીઓના પર્ફોર્મન્સની મદદથી ફાઇનલમાં પહોંચી ગઈ છે.

Advertisement

માયામી વતી ટેડીઓ ઑલેન્ડેએ ગોલની હેટ-ટ્રિક નોંધાવી એ ઉપરાંત મેટીયો સિલ્વેટી અને ટેલાસ્કો સેગોવિયાએ એક-એક ગોલ કર્યો હતો. મેટીયોને ગોલ કરવામાં મેસીએ મદદ કરી હતી. આંતરરાષ્ટ્રીય તેમ જ પ્રોફેશનલ ફૂટબોલમાં મેસીએ 405 વખત સાથી ખેલાડીઓને ગોલ કરવામાં મદદ કરી છે જે રેકોર્ડ છે.

હવે છઠ્ઠી ડિસેમ્બરે માયામીનો ફાઇનલમાં વેનકુંવર સામે મુકાબલો થશે. વેનકુંવરે શનિવારે સેન ડિયેગોને 3-1થી હરાવ્યું હતું. માયામીની ટીમ અગાઉ એમએલએસમાં સપોર્ટર્સ શીલ્ડ પણ જીતી ચૂકી છે. મેસીની કેપ્ટન્સીમાં 2022માં આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement