For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિલ્હી પ્રીમિયર લીગમાં મયંક રાવતે વિજયી પાંચ છગ્ગા ફટકાર્યા

01:08 PM Sep 09, 2024 IST | Bhumika
દિલ્હી પ્રીમિયર લીગમાં મયંક રાવતે વિજયી પાંચ છગ્ગા ફટકાર્યા
Advertisement

દિલ્હી પ્રીમિયર લીગ 2024ની સિઝનનો રોમાંચક ફાઈનલની સાથે અંત આવ્યો છે. ટાઈટલ મેચમાં ઈસ્ટ દિલ્હી રાઈડર્સની સાથે સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સને 3 રને હરાવ્યું હતું. આ જીતનો હીરો મયંક રાવત રહ્યો જેને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા અને ટીમનો સ્કોર વધાર્યો હતો.

હકીકતમાં મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતી રાઈડર્સ ટીમે 5 વિકેટ પર 183 રન બનાવ્યા હતા. ટીમના મયંક રાવતે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા હતા. તેને મેચમાં 39 બોલ માં 78 રન બનાવ્યા હતા. મયંકે છેલ્લી ઓવરમાં 5 છગ્ગા માર્યા મયંકે કુલ 6 છગ્ગા માર્યા હતા. તેના સિવાય હાર્દિક શર્માએ 21 અને હિંમત સિંહે 20 રન બનાવ્યા હતા જ્યારે સાઉથ દિલ્હીના કુલદીપ યાદવ અને રાઘવ સિંહે 2-2 વિકેટ લીધી હતી. એક સફળતા દિગ્વેશ રાઠીને મળી હતી.

Advertisement

મયંક રાવત છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. જ્યારે છેલ્લી ઓવર સાઉથ દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીની હતી. તેનો ફાયદો મયંકે ઉઠાવ્યો અને છેલ્લી ઓવરમાં 5 છગ્ગા મારીને 30 રન કર્યા હતા. મયંકે પહેલા અને છેલ્લા 4 બોલ પર છગ્ગો માર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement