For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ, IPLમાં નવો નિયમ લાગુ

10:45 AM May 21, 2025 IST | Bhumika
વરસાદ પછી પણ રદ નહીં થાય મેચ  iplમાં નવો નિયમ લાગુ

IPL-2025માં અત્યાર સુધીમાં 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ

Advertisement

IPL 2025નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે, તે દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટુર્નામેન્ટ માટે કેટલાક નવા નિયમો જારી કર્યા છે. ટુર્નામેન્ટની આગામી મેચોમાં 2 કલાકનો વધારાનો સમય ઉમેરવામાં આવ્યો છે. વરસાદની શક્યતાને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 17 મેના રોજ બેંગલુરુમાં યોજાનારી આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

20 મેના રોજ IPL દત છછ મેચ પછી લીગ સ્ટેજમાં કુલ 8 મેચ બાકી છે. જેમાંથી 7 મેચ સાંજે રમવાની છે. નિયમો મુજબ, બપોરે રમાતી મેચ સાંજે 6:50 વાગ્યે સમાપ્ત થવી જોઈએ, જ્યારે સાંજે શરૂૂ થતી મેચ રાત્રે 10:50 વાગ્યે સમાપ્ત થવી જોઈએ. નવા નિયમો અનુસાર, જો બપોરે શરૂૂ થવાની હોય તેવી મેચ સાંજે 5:30 વાગ્યે શરૂૂ થાય છે, તો એક પણ ઓવર કાપવામાં આવશે નહીં. સાંજે રમાનારી મેચ ઓવરમાં કોઈ ઘટાડો કર્યા વિના રાત્રે 9:30 વાગ્યે શરૂૂ થઈ શકે છે.

Advertisement

સામાન્ય રીતે 2 કલાકનો વધારાનો સમયનો નિયમ ફક્ત પ્લેઓફ મેચો પર જ લાગુ પડે છે. સસ્પેન્શન પછી IPL 2025 ફરી શરૂૂ થઈ હોવાથી અને ભારતમાં ચોમાસાની શરૂૂઆતને કારણે વધુ રમતો રમવાની મંજૂરી મળી હોવાથી, લીગ મેચો માટે પણ વધારાના સમયનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. IPL 2025માં અત્યાર સુધીમાં 3 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મંગળવારે લાંબી બેઠક બાદ BCCIએ આ નિર્ણય લીધો. IPL 2025 ની પહેલી ક્વોલિફાયર મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ 1 જૂને રમાશે.

IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ 29 મે ના રોજ રમાશે. આ મેચ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાઈ શકે છે. આ ઉપરાંત, 30 મેના રોજ રમાનારી એલિમિનેટર મેચનું આયોજન મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં પણ થઈ શકે છે. હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement