For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડ

10:42 AM Mar 05, 2025 IST | Bhumika
ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં બન્યા અનેક રેકોર્ડ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારતની આ પાંચમી ફાઈનલ હશે. આ મેચમાં વિરાટ કોહલીએ 84 રનની ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. દુબઈમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં કિંગ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.વિરાટ કોહલી ભલે તેની ODI કરિયરની 52મી સદી ફટકારવાનું ચૂકી ગયો હોય, પરંતુ ચાલો જાણીએ તે 5 મોટા રેકોર્ડ્સ વિશે જે વિરાટે સેમિફાઇનલ મેચમાં બનાવ્યા.

Advertisement

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં ODI ક્રિકેટમાં ટાર્ગેટનો પીછો કરતા 8000 રન પૂરા કર્યા. તેણે પોતાની કારકિર્દીની 159મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. વિરાટ પહેલા માત્ર સચિન તેંડુલકરે જ પીછો કરતી વખતે ODI મેચોમાં 8,000 થી વધુ રન બનાવ્યા હતા.

ઘઉઈંમાં સૌથી વધુ કેચ- ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ કેચ લેવાના મામલે વિરાટ કોહલી બીજા ક્રમે છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં નાથન એલિસ અને જોશ ઈંગ્લિશના કેચ પકડ્યા હતા. હવે તેની પાસે ODI ક્રિકેટમાં 161 કેચ છે, રિકી પોન્ટિંગ (160 કેચ) ને પાછળ છોડીને.

Advertisement

ICC ODI ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં સૌથી વધુ 1,000 રન - વિરાટ કોહલી ICC ODI ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં 1,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. ICC ODI ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચો (ક્વાર્ટર ફાઇનલ્સ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ)માં તેના નામે હવે 1,023 રન છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન - વિરાટ કોહલી હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેના નામે હવે 746 રન છે. આ પહેલા ભારત માટે સૌથી વધુ રન શિખર ધવનના હતા, જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં 701 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ICCODI ટૂર્નામેન્ટમાં કુલ 24 અડધી સદી ફટકારી છે. તેણે માત્ર 53 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે ICC ODI ટૂર્નામેન્ટની 58 ઇનિંગ્સમાં 23 અર્ધસદી ફટકારી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement