For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યું

10:57 AM May 23, 2025 IST | Bhumika
રોમાંચક મેચમાં લખનૌએ ગુજરાતને 33 રને હરાવ્યું

મિશેલ માર્શની શાનદાર સદી, નિકોલસ પૂરનના આક્રમક 56 રન, બોલરોનો તરખાટ

Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની એક અત્યંત રોમાંચક મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે ગુજરાત ટાઇટન્સને 33 રનથી પરાજય આપ્યો. મિશેલ માર્શની વિસ્ફોટક સદી અને નિકોલસ પૂરનની તોફાની અડધી સદી બાદ બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શને કજૠને આ મહત્વપૂર્ણ જીત અપાવી.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે મિશેલ માર્શની શાનદાર સદી અને નિકોલસ પૂરનના આક્રમક 56 રનની મદદથી 20 ઓવરમાં 235 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. માર્શે મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી ગુજરાતના બોલરોને હંફાવ્યા હતા, જ્યારે પૂરને અંતિમ ઓવરોમાં ઝડપી રન બનાવી ટીમના સ્કોરને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યો હતો.

Advertisement

236 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સને શુભમન ગિલ અને સાઈ સુદર્શને સારી શરૂૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી નોંધાઈ હતી. સાઈ સુદર્શન 21 રન બનાવી પાંચમી ઓવરમાં આઉટ થયો. ત્યારબાદ, ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલે (20 બોલમાં 35 રન) જોસ બટલર (33 રન) સાથે મળીને સ્કોર આગળ ધપાવ્યો. જોકે, બટલર અને ગિલના આઉટ થવા બાદ ગુજરાતે 96 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી.

મુશ્કેલ પરિસ્થિતિમાં, શેરફાન રૂૂધરફોર્ડ (38 રન) અને શાહરૂૂખ ખાને વળતી લડત આપતા ચોથી વિકેટ માટે 86 રનની શાનદાર ભાગીદારી નોંધાવી ગુજરાતને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો. એક સમયે ગુજરાત જીત તરફી આગેકૂચ કરતું દેખાઈ રહ્યું હતું, અને તેમને અંતિમ 23 બોલમાં 54 રનની જરૂૂર હતી. ટીમનો સ્કોર 3 વિકેટે 182 રન હતો. પરંતુ, અહીંથી જ લખનૌના બોલરોએ મેચનું પાસું પલટી નાખ્યું. ખાસ કરીને ડેથ ઓવરોમાં કજૠના બોલરોએ તરખાટ મચાવતા ગુજરાતની વિકેટોનું પતન શરૂૂ થયું.

ગુજરાતે પોતાની છેલ્લી 6 વિકેટ માત્ર 20 રનના ગાળામાં ગુમાવી દીધી અને સમગ્ર ટીમ 202 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી વિલિયમ ઓથરોર્કે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આવેશ ખાન અને આયુષ બદોનીએ 2-2 વિકેટો મેળવી હતી. આકાશ સિંહ અને શાહબાઝ અહેમદને પણ એક-એક સફળતા મળી હતી. આ શાનદાર બોલિંગ પ્રદર્શનને કારણે મિશેલ માર્શની સદી અને પૂરનની મહેનત એળે ગઈ ન હતી અને લખનૌએ મહત્વના બે પોઈન્ટ્સ પોતાના નામે કર્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement