For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLમાં મેચ હારવાથી ટીમ માલિકોને થાય મોટું નુકસાન

10:58 AM May 24, 2025 IST | Bhumika
iplમાં મેચ હારવાથી ટીમ માલિકોને થાય મોટું નુકસાન

ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. મેચમાં બધી ટીમો દરેક મેચ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. પરંતુ મેચમાં એક ટીમ જીતશે અને બીજી ટીમ હારશે તે નિશ્ચિત છે. ક્યારેક કોઈ કારણોસર મેચ રદ પણ થઈ જાય છે. આઇપીએલ જીતનારી ટીમને ઈનામી રકમ તરીકે મોટી રકમ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આઇપીએલ મેચ હાર્યા પછી ટીમ માલિકોને કેટલું નુકસાન થાય છે.

Advertisement

આઇપીએલ ટીમોના માલિકો પહેલા ફ્રેન્ચાઇઝી ખરીદવામાં કરોડો રૂૂપિયા ખર્ચ કરે છે. પછી હરાજી દરમિયાન આ ટીમ માટે ખેલાડીઓ ખરીદવામાં ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. દરેક ટીમ માલિક ઇચ્છે છે કે તેમના ખેલાડીઓ શક્ય તેટલી વધુ મેચ જીતે કારણ કે દરેક મેચ હારવાથી ટીમ માલિકોને મોટું નુકસાન થાય છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અનુસાર, આઇપીએલ 2023ની કોમર્શિયલ વેલ્યૂ 11.2 બિલિયન ડોલર હતી. આઈપીએલના દર્શકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આઇપીએલ 2024ના 620 મિલિયનથી વધુ યુઝર હતા, જેના કારણે ટુર્નામેન્ટની વ્યૂઅરશિપ ટાઇમિંગ 350 અબજ મિનિટ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇપીએલ 2024ની કોમર્શિયલ વેલ્યૂ 16.4 બિલિયન ડોલર હતી.

મીડિયા રિપોર્ટ્સના આ આંકડાઓ જોતાં એવું કહી શકાય કે આઇપીએલ માત્ર એક ટુર્નામેન્ટ નથી પરંતુ એક વિશાળ બિઝનેસ મોડલ છે. આઈપીએલ ટીમના માલિકોનો ટિકિટ વેચાણ, સ્પોન્સરશિપ અને મીડિયા અધિકારોમાં મોટો હિસ્સો છે. ફ્રેન્ચાઇઝીને 40 થી 50 ટકા મીડિયા અધિકારો મળે છે. ટિકિટ વેચાણનો 80 ટકા હિસ્સો પણ ટીમ માલિકોને આપવામાં આવે છે. જો કોઈ ટીમ મેચ હારી જાય તો તે ટીમની મેચ જોવાની સંખ્યા ઘટે છે. આ સાથે સ્ટેડિયમની ટિકિટો પણ ઓછી વેચાય છે, જેના કારણે આઇપીએલ ટીમોના માલિકોને પણ મોટું નુકસાન થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement