For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસ

10:56 AM Oct 18, 2025 IST | Bhumika
કોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન  પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસ

અદાણી ગ્રુપ અને દિલ્હીના અબજોપતિને પણ RCBમાં રસ

Advertisement

IPL 2025નો ખિતાબ જીતનાર RCB નવા માલિક શોધવા માટે તૈયાર છે. આગામી સીઝન પહેલા ફ્રેન્ચાઇઝી વેચવાની તૈયારી ચાલી રહી છે. RCB લગભગ 2 બિલિયનમાં વેચાવાની તૈયારીમાં છે. હવે, RCB ને હસ્તગત કરવાની દોડ શરૂૂ થઈ ગઈ છે. ઘણી ભારતીય કંપનીઓએ RCB ને હસ્તગત કરવામાં રસ દર્શાવ્યો છે, જેમાં એક અમેરિકન કંપનીનું નામ પણ વિચારવામાં આવી રહ્યું છે.

સ્પોર્ટ પોર્ટલના અહેવાલ મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટના વડા અદાર પૂનાવાલાએ પહેલાથી જ વિરાટ કોહલીની RCB ને હસ્તગત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી કે જો RCB માટે યોગ્ય કિંમત મળે તો તેઓ આ સોદો પૂર્ણ કરવા માટે તૈયાર છે. પૂનાવાલા ઉપરાંત, JSW ગ્રુપ અને અદાણી ગ્રુપ પણ IPLની RCB ને હસ્તગત કરવામાં રસ દાખવી રહ્યા છે. દિલ્હીના એક અબજોપતિ ઉદ્યોગપતિ અને બે અમેરિકન ખાનગી ઇક્વિટી કંપનીઓએ પણ RCB ને હસ્તગત કરવામાં રસ દાખવ્યો છે. અદાણી ગ્રુપ ઘણા સમયથી IPL ટીમ હસ્તગત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેણે 2022માં ફ્રેન્ચાઇઝી માટે બોલી લગાવી હતી, પરંતુ કંપની નિષ્ફળ રહી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement