લક્ષ્ય સેન સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય શટલર, મેડલથી એક કદમ દૂર
ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને સેમીફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચી દીધો છે. પેરિસ ઓલિમ્પિકના બેડમિંટન પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્યે ચીની તાઈપેના ખેલાડીને હરાવી દીધો છે. ત્રણ ગમે સુધી ચાલેલી મેચમાં લક્ષ્યે ચીની તાઈપેના ખેલાડી ચોઉ તિએન ચેનને હરાવીને મેડલ તરફ આગળ વધવામાં એક કદમ દૂર છે. એક જીત નોંધાવીને લક્ષ્ય પોતાનો મેડલ પાક્કો કરી લેશે. લક્ષ્યે પોતાના વિપક્ષીને 19-21, 21-15 અને 21-12થી હરાવ્યો હતો.
હજુ એક દિવસ પહેલા જ ભારતને બેડમિંટન કોર્ટમાં ડબલ ઝટકો લાગ્યો હતો. દેશ માટે મેડલની મોટી આશા રહેલી સ્ટાર શટલર પીવી સિંધુ સતત ત્રીજી વખતે મેડલથી ચુકી ગઈ હતી. તેને પ્રી ક્વાર્ટર ફાઈનલમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. તો વળી મેન્સ ડબલ્સમાં સાત્વિક ચિરાગની સુપરસ્ટાર જોડીને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. અને તેઓ પણ ક્વાર્ટર ફાઈનલમાંથી બહાર થઈ ગયા હતા. ત્યારે આવા સમયે બેડમિંટનમાં ભારતની અંતિમ આશા લક્ષ્ય હતો. જેણે પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ભારતજ સીનિયર એચએસ પ્રણોયને હરાવ્યા હતા.
લક્ષ્યે સામે જો કે પડકારો ઓછા નહોતા, કેમ કે તાઈવાનના ખેલાડી ચાઉ ટિએન ચેન વિરુદ્ધ 4 મેચમાં ફક્ત 1 જ જીતી શક્યા હતા. આ મેચની શરુઆત પણ લક્ષ્ય માટે સારી રહી નહોતી અને કાંટાની ટક્કરમાં તાઈવાની ખેલાડીએ 21-19 થી પહેલા ગેમ જીતી લીધી. ત્યાર બાદ લક્ષ્યે તરત શાનદાર અંદાજમાં વાપસી કરી અને ચાઉને મોકો આપ્યો નહીં અને લક્ષ્યે આગામી બંને ગેમમાં તાઈવાની શટલરની કોશિશોને નિષ્ફળ કરી દીધી અને શાનદાર સ્મૈશ ચાલાકી ડ્રોપ શોટ્સથી મેચ પોતાના નામે કરી લીધી.
તેની સાથે જ લક્ષ્યે પેરિસ ઓલિમ્પિકમાં સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે અને આવું કરનારો તે પ્રથમ ભારતીય શટલર બની ગયો છે. તેની પહેલા કોઈ ખેલાડી ક્વાર્ટર ફાઈનલથી આગળ જઈ શક્યો નથી. પહેલા જ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જેવી ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનારા ફક્ત 22 વર્ષના લક્ષ્ય પાસે હવે ફાઈનલમાં પહોંચીને મેડલ પાક્કો કરવાનો મોકો છે. જો તે આવું કરશે તો બેડમિંટનમાં ભારત માટે ઓલિમ્પિકમાં ચોથો મેડલ હશે.