For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજય

11:03 AM Apr 08, 2025 IST | Bhumika
કોહલી પાટીદારની વિસ્ફોટક ઈનિંગ  rcbનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજય

Advertisement

હાર્દિક પંડ્યાની કારી ન ફાવી, સૂર્યકુમારે નિરાશ કર્યા, તિલકની 56 રનની ઈનિંગ કામ ન આવી

વિરાટ કોહલી (67) અને કેપ્ટન રજત પાટીદાર (64)ના શાનદાર ઇનિંગ્સના આધારે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10 વર્ષ પછી મુંબઈ ઇન્ડિયન્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું. સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL-2025 મેચમાં RCB એ મુંબઈને 12 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 221 રન બનાવ્યા.

Advertisement

આ સાથે વિરાટ કોહલીએ ટી20માં પોતાના 13,000 રન પૂરા કર્યા. તે આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. તેણે પોતાની ઇનિંગમાં 42 બોલમાં આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર ઇનિંગ રમી. પાટીદારે 32 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી તોફાની ઇનિંગ્સ રમી. હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ છેલ્લી ઘડીએ વિસ્ફોટક બેટિંગ કરીને ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ થઈ શક્યા નહીં.

મુંબઈને જીત માટે 222 રનની જરૂૂર હતી. આ લક્ષ્ય હાંસલ કરવા માટે, મુંબઈને ઝડપી શરૂૂઆતની જરૂૂર હતી. રોહિત શર્માએ આ પ્રયાસ કર્યો, પણ વધુ આગળ વધી શક્યો નહીં. બીજી ઓવરના ચોથા બોલ પર તેને યશ દયાલે બોલ્ડ કર્યો. તેણે નવ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા. બીજો ઓપનર રાયન રિકેલ્ટન તોફાની રીતે બેટિંગ કરી રહ્યો હતો. તેણે 10 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા. જોશ હેઝલવુડે તેને શિકાર બનાવ્યો. વિલ જેક્સ પણ વધુ આગળ વધી શક્યો નહીં. તે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવી શક્યો.

બધી આશા સૂર્યકુમાર યાદવ પર હતી જે શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તિલક વર્મા તેને સાથ આપી રહ્યો હતો. યશ ફરી એકવાર અહીં મુંબઈ માટે ખતરનાક સાબિત થયો અને તેણે સૂર્યકુમારને આઉટ કર્યો. સૂર્યાએ 28 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 28 રનની ઈનિંગ રમી.

સૂર્યકુમારના ગયા પછી આવેલા કેપ્ટન પંડ્યાએ જે કર્યું તેનાથી બધાને આશ્ચર્ય થયું. તેણે આવતાની સાથે જ તોફાન મચાવી દીધું અને જોશ હેઝલવુડની ઓવરમાં 22 રન કૂટ્યા. આ પછી તેણે તેના ભાઈ કૃણાલની ઓવરમાં પણ રન બનાવ્યા. અહીંથી મેચ મુંબઈ તરફ જતી હોય તેવું લાગતું હતું. તિલક વર્મા તેમને ટેકો આપી રહ્યો હતો.
18મી ઓવરમાં ભુવનેશ્વર કુમારે તિલક વર્માને આઉટ કરીને આરસીબીને મેચમાં પાછું થયું. ચોથા બોલ પર સોલ્ટે તેનો કેચ પકડ્યો. તિલક 29 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા. 19મી ઓવરના પહેલા બોલ પર જ મુંબઈની આશાઓ તૂટી ગઈ કારણ કે હેઝલવુડે પંડ્યાને લિવિંગસ્ટોન દ્વારા કેચ આઉટ કરાવ્યો.
મુંબઈને છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનની જરૂૂર હતી. કૃણાલે આ ઓવર નાખી અને પહેલા બોલ પર મિશેલ સેન્ટનરને આઉટ કર્યો. બીજા બોલ પર દીપક ચહર પણ પેવેલિયન પાછો મોકલ્યો. કૃણાલે બાકીના ચાર બોલમાં રન બચાવ્યા અને પોતાની ટીમને વિજય અપાવ્યો.

મુંબઈના કેપ્ટન પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રેન્ટ બોલ્ટના પહેલા જ બોલ પર ફિલ સોલ્ટે ફોર ફટકારી અને બીજા જ બોલ પર આઉટ થઈ ગયો. આ પછી, કોહલી અને દેવદત્ત પડિક્કલે ઝડપથી રન બનાવ્યા અને બીજી વિકેટ માટે 91 રન ઉમેર્યા. પડિક્કલે 22 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રનની ઈનિંગ રમી.

કોહલીના આઉટ થયા પછી કેપ્ટન પાટીદારે તેને સાથ આપ્યો. આ બંને સામે મુંબઈના બોલરો લાચાર બની ગયા. બંનેએ 48 રન ઉમેર્યા. પંડ્યાએ 15મી ઓવરના પહેલા બોલ પર કોહલીને આઉટ કર્યો. નમન ધીરે તેનો કેચ પકડ્યો.
કોહલીના આઉટ થયાના એક બોલ પછી, પંડ્યાએ લિયામ લિવિંગસ્ટોનને આઉટ કરીને RCB માટે બીજી વિકેટ લીધી. આ પછી પાટીદારે કમાન પોતાના હાથમાં લીધી અને તોફાની બેટિંગ કરી. તેણે પોતાની અડધી સદી પૂર્ણ કરી. બીજા છેડેથી જીતેશ શર્મા તેને ટેકો આપી રહ્યો હતો. 19મી ઓવરના છેલ્લા બોલ પર પાટીદારનો દાવ ખતમ થઈ ગયો. રિકેલટને બોલ્ટની બોલિંગ પર એક અદભુત કેચ પકડીને પાટીદારની ઇનિંગનો અંત લાવ્યો. જીતેશ અંત સુધી અણનમ રહ્યો. તેણે 19 બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 40 રન બનાવ્યા.

ટી-20માં કોહલીની વિરાટ સિદ્ધિ, 13,000 રન પૂરા કરનારો પ્રથમ ભારતીય ખેલાડી

સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની IPL 2025 મેચ દરમિયાન વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કર્યા, જેનાથી તેણે પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું. તે આવું કરનાર પ્રથમ ભારતીય અને ક્રિકેટ ઇતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર માત્ર પાંચમો બેટ્સમેન છે. કોહલી 386મી ટી-20 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો, પહેલા નંબરે ક્રિસ ગેઈલ છે જેણે 381 ટી 20 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 2024ની આઈપીએલમાં કોહલીએ 12,000 રન પૂરા કર્યાં હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement