ભારતીય ફૂટબોલ ટીમના કોચ પદે ખાલિદ જમીલની વરણી
ભારતીય ફૂટબોલ ટીમને 13 વર્ષના લાંબા સમય બાદ એક નવા કોચ મળ્યા છે. આ કોચ અન્ય કોઈ નહીં પણ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ખાલિદ જમીલ છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને આશા છે કે આ નવા પદથી ભારતીય ટીમ વધારે મજબૂત બનશે.
ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને હાલ જમશેદપુર FC ના મુખ્ય કોચ તરીકે કાર્યરત ખાલિદ જમીલને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન તરફથી એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે મળતી માહિતી મુજબ AIFF એક્ઝિક્યુટિવ કમિટીએ ભૂતપૂર્વ કેપ્ટન IM વિજયનની આગેવાની હેઠળની ટેકનિકલ સમિતિની હાજરીમાં ભારતીય ફૂટબોલ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ખાલિદ જમીલના નામ પર મેનેજમેન્ટ અને ફેડરેશનની પસંદગી ઉતારી છે.
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ખાલિદ જમીલનો જન્મ કુવૈતમા થયો હતો. ખાલિદ જમીલ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની આંખોમાં એક સ્ટાર કોચ રહી ચૂક્યા છે. AIFF દ્વારા આયોજીત સતત બે સીઝનમાં તેઓએ મેન્સ કોચ ઓફ ધ યર એવોર્ડ જીતવામાં સફળતા હાંસલ કરી છે. ખાલીદ જમીલે તેમના શાનદાર કોચિંગ અનુભવ હેઠળ 2023-24ની ફૂટબોલ લીગ સીઝનમાં જમશેદપુર એફસીને સેમિફાઇનલમાં પહોંચાડ્યું હતું ત્યારે હવે ખાલિદ જમીલને ભારતીય ટીમને ટ્રેક પર લાવવાની નવી જવાબદારી સોંપવામાં આવી છે.
ભારતીય ફૂટબોલ ટીમના આગામી પ્રવાસની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની તારીખથી ભારતીય ટીમનું નવું અભિયાન શરૂૂ થવા જઈ રહ્યું છે. ભારતીય ફૂટબોલ ટીમ તાજિકિસ્તાનના દુશાંબેમાં નેશન્સ કપ ફૂટબોલ ટુર્નામેન્ટના પોતાના પહેલા મેચમાં યજમાન તાજિકિસ્તાન સામે ટકરાશે. કોચ ખાલીદ જમીલ માટે તેમના કોચીંગને સાબિત કરવાની આ પ્રથમ સુવર્ણ તક સાબિત થવા જઈ રહી છે.