જેમિમા રોડ્રિગ્સનો નંબર લીક થતા વોટ્સએપ ડિલીટ કરવું પડયું
વર્લ્ડ કપ 2025ની ફાઈનલ પહેલાની ઘટના
વર્લ્ડ કપ 2025માં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી જેમિમા રોડ્રિગ્ઝે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમિમાએ જણાવ્યું છે કે વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં પહોંચ્યા પછી, તેણીએ તેનું વોટ્સએપ ડિલીટ કરવું પડ્યું હતું. તેણીએ એક ઇન્ટરવ્યુમાં આ નિર્ણય લેવાનું કારણ સમજાવ્યું છે. જેમિમાએ જણાવ્યું હતું કે જ્યારે તેણીએ ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલ મેચમાં સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી, ત્યારે તેનો ફોન સતત વાગી રહ્યો હતો. તેણીને સતત ફોન અને મેસેજ આવી રહ્યા હતા. તેણીને અજાણ્યા લોકો તરફથી પણ ફોન અને મેસેજ આવવા લાગ્યા, જેના કારણે તેણી નારાજ થઈ ગઈ અને તેણીએ તેનું વોટ્સએપ ડિલીટ કરી દીધું.
જેમિમાએ આગળ કહ્યું, એક સમયે, જ્યારે મને લાગ્યું કે તે ખૂબ વધી રહ્યું છે, ત્યારે મેં ઠવફતિંઆા ડિલીટ કરી દીધું . મેં મારા નજીકના મિત્રોને મેસેજ કર્યો, તેમને ફોન કરવા અથવા મેસેજ કરવા કહ્યું કારણ કે હું ઠવફતિંઆા ડિલીટ કરી રહી હતી . હું ફાઇનલ પૂરી થાય ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રહી. હું વર્લ્ડ કપ જીત્યા પછી જ સોશિયલ મીડિયા પર પાછી ફરી.