જયસ્વાલ, ગિલ, અભિષેક, રાહુલ, ગાયકવાડ, કોણ બનશે ભારતનો ઓપનર બેટર
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. એક તરફ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ, પરંતુ થોડા સમય પછી રોહિત શર્માએ પણ ઈન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી. હવે એક મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે તેની ગેરહાજરીમાં ભારતના ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા કોણ ભજવશે ? રોહિતે ઓપનર તરીકે ભારત માટે 124 મેચોમાં 3,750 રન બનાવ્યા છે, તેથી તેની જગ્યા લેવી કોઈ પણ ખેલાડી માટે આસાન કામ નહીં હોય.
યશસ્વી જયસ્વાલને ટી20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. માત્ર એક વર્ષમાં તેણે ભારત માટે 17 ટી20 મેચમાં 502 રન બનાવીને પોતાની છાપ છોડી દીધી છે. તેણે એક સદી અને 4 અર્ધસદી પણ ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 162ની આસપાસ છે. જયસ્વાલે ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકામાં રમીને સારો દેખાવ કર્યો છે. તે રોહિત શર્માની જેમ ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.
2019માં ભારત માટે ડેબ્યૂ કર્યા બાદ શુભમન ગિલ વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો છે. 2023 ઓડીઆઇ ક્રિકેટ વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા તેણે 9 મેચમાં 354 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટના ગિલ પરના વિશ્વાસનું પરિણામ છે કે તેને ઝિમ્બાબ્વે પ્રવાસમાં 5 ટી20 મેચોની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ 5 મેચમાં પોતાના પ્રદર્શનના આધારે તે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે.
અભિષેક શર્મા હંમેશા ઝડપી ઈનિંગ્સ રમ્યો છે. પરંતુ તેણે ઈંઙક 2024માં તેના શાનદાર પ્રદર્શનથી પસંદગીકારો પર ઊંડી છાપ છોડી છે. અભિષેકે આ સિઝનમાં 16 મેચમાં 204ના સ્ટ્રાઈક રેટથી 484 રન બનાવ્યા છે. અભિષેકની બેટિંગ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સ્થિતિમાં પણ ઝડપી શરૂૂઆત કરવામાં મદદરૂૂપ થઈ શકે છે.
કે.એલ.રાહુલે ભારત માટે તેની છેલ્લી ટી20 મેચ ટી20 વર્લ્ડ કપ 2022 ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જો કે તે પછી પસંદગીકારોએ તેને ટૂંકા ફોર્મેટમાં તક આપી નથી, પરંતુ અનુભવના આધારે તેને રોહિત શર્માની જગ્યા આપવામાં આવી શકે છે. રાહુલે ભારત માટે 54 ટી20 મેચમાં ઓપનિંગ કરતા 1,826 રન બનાવ્યા છે. રાહુલના આવવાથી ટીમ ઈન્ડિયાને રોહિત જેવો અનુભવી બેટ્સમેન ટોપ ઓર્ડરમાં મળી શકે છે.
જો કે રુતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં વધુ તક મળી નથી, પરંતુ આઈપીએલની છેલ્લી બે સીઝનમાં તેણે ઈજઊં માટે 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે ઈંઙક 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ પણ કરી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 19 ઝ20 મેચોમાં 500 રન બનાવીને બતાવ્યું છે કે તે એક વિશ્વસનીય ઓપનિંગ બેટ્સમેન છે.