ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડથી જય શાહ નારાજ?

12:40 PM Jul 25, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

પાકિસ્તાની મીડિયાનો પાયા વિહોણો દાવો

Advertisement

ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. દરરોજ પાકિસ્તાની મીડિયા આ મુદ્દે નિવેદનો આપી રહ્યું છે. હવે પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે અફઘાનિસ્તાને પાકિસ્તાનનું સમર્થન કર્યું, જેનાથી ઇઈઈઈં સેક્રેટરી જય શાહ નારાજ છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે અફઘાનિસ્તાને પાકિસ્તાનને ખાતરી આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની ટીમ ચોક્કસપણે પાકિસ્તાન આવશે. ત્યાંના મીડિયાએ એવો પણ દાવો કર્યો છે કે જય શાહ આ નિર્ણયથી નિરાશ છે.

કારણ કે ઇઈઈઈંએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને ઘણી મદદ કરી છે. નોઈડા, લખનૌ અને દેહરાદૂનના સ્ટેડિયમો પણ ઇઈઈઈં દ્વારા અફઘાનિસ્તાનને ટેમની હોમ ટેસ્ટ સિરીઝ માટે આપવામાં આવ્યા છે. જો કે, પાકિસ્તાની મીડિયાના દાવામાં કોઈ સત્યતા જણાતી નથી. આ મુદ્દે જય શાહ તરફથી ક્યાંય પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Tags :
cricketcricketnewsindiaindia newsSportsSportsNEWS
Advertisement
Advertisement