વિરાટ-રોહિતે મેદાન પરથી અલવિદા કહ્યું હોત તો સારું થાત: રવિ બોશ્નોઇ
બિશ્નોઇએ BCCI પર આડકતરું નિશાન તાકયું
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટમાંથી અચાનક નિવૃત્તિના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે બે દિગ્ગજોની અચાનક નિવૃત્તિ તેના માટે ખૂબ જ આઘાતજનક હતી અને જો આવા ખેલાડીઓ મેદાન પરથી અલવિદા કહે તો સારું લાગે છે. આવું નિવેદન આપીને બિશ્નોઈએ આડકતરી રીતે BCCI પર પ્રશ્નો ઉભા કર્યા છે.
રવિ બિશ્નોઈએ ગેમ ચેન્જર્સ પોડકાસ્ટમાં એક મોટું નિવેદન આપ્યું. તેણે કહ્યું, વિરાટ અને રોહિતની નિવૃત્તિ એક આઘાત જેવી હતી. કારણ કે તમે તેમને મેદાનમાંથી નિવૃત્તિ લેતા જોવા માંગો છો. તેઓ ખૂબ જ મહાન ખેલાડીઓ છે, જો તેઓ મેદાન પરથી અલવિદા કહીને ગયા હોત તો સારું થાત. બંનેએ ભારત માટે ઘણું કર્યું છે, મારા મતે કોઈ તેમની નજીક પણ નથી.
જોકે, બિશ્નોઈએ કહ્યું કે ભવિષ્યમાં આવું થઈ શકે છે. આ બંને ખેલાડીઓ ODI ક્રિકેટ રમી રહ્યા છે અને બિશ્નોઈને આશા છે કે તેમને ODI ફોર્મેટમાં મેદાન પરથી અલવિદા કહેવાનું સન્માન મળશે.