ઇશાન કિશનનું ધૂંઆધાર પ્રદર્શન બે છગ્ગા સાથે 155 રનની ઇનિંગ
બુચી બાબુ ટ્રોફીમાં ત્રણ શાનદાર કેચ પણ કર્યા
ભારતીય ટીમની બહાર રહેલા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને શાનદાર વાપસી કરી છે. બુચી બાબૂ ટ્રોફીમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહેલા આ બેટ્સમેને જોરદાર બેટિંગ કરી. પહેલી ઇનિંગમાં 114 રન બનાવ્યા પછી બીજી ઇનિંગમાં અણનમ 41 રનની ઇનિંગ રમતા મધ્ય પ્રદેશ સામે ટીમને 2 વિકેટે જીત અપાવી. ઝારખંડની ટીમ સામે જીત માટે 138 રનનો ટાર્ગેટ હતો, જેને છેલ્લે બે છગ્ગા મારીને કેપ્ટન ઈશાને કિશને ચેજ કરી લીધો હતો.
બુચી બાબૂ ટુર્નામેન્ટ પર આ વખતે બધાની નજર છે. ભારતીય ટીમની બહાર રહેલા ઈશાન કિશન પોતાની વાપસી માટેનો માર્ગ શોધી રહ્યાં છે. પહેલી મેચમાં મધ્ય પ્રદેશ સામે આ ખેલાડીએ બંને હાથે મોકાનો ફાયદો ઉઠાવ્યો. પહેલા વિકેટકીપિંગ અને પછી બેટિંગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું, પહેલી ઇનિંગમાં મધ્ય પ્રદેશની ટીમ 225 રને ઓલઆઉટ થઈ ગઈ હતી, જવાબમાં ઝારખંડના કેપ્ટન ઈશાન કિશનના 114 રનના આધારે 289 રન બનાવ્યા, બીજી ઈનિંગમાં મધ્ય પ્રદેશની ટીમ 238 રન જ બનાવી શકી અને ઝારખંડ સામે જીત માટે 138 રનનું લક્ષ્ય રાખ્યું. ઝારખંડની કમાન સંભાળી રહેલા ઈશાન કિશને મધ્ય પ્રદેશ સામે ગજબનું પ્રદર્શન કર્યું, પહેલી ઇનિંગમાં ત્રણ શાનદાર કેચ કરવાની સાથે શતકીય ઇનિંગ રમી. બીજી ઇનિંગમાં ટીમને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારી અણનમ 41 રનની ઇનિંગ રમી અને મેચ જીતાવી. ઝારખંડે મધ્ય પ્રદેશના ટાર્ગેટનો પીછો કરતા 8 વિકેટ ગુમાવી દીધી હતી અને 12 રનની જરૂૂર હતી, એવામાં ઈશાન કિશને સ્ટ્રાઇક પોતાની પાસે જ રાખી 3 બોલમાં બે છગ્ગા ફટકારી મેચ પૂર્ણ કરી હતી.