For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની વાત હંબક?

11:01 AM May 12, 2025 IST | Bhumika
કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની વાત હંબક

સોશિયલ મીડિયાનું વાયરલ નિવેદન સત્ય નથી

Advertisement

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને થોડા જ દિવસો થયા છે. તે પછી, વિરાટ કોહલી પણ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહેવાના સમાચારને કારણે સમાચારમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટે નિવૃત્તિ અંગે BCCI ને પોતાનો સંદેશ પહોંચાડ્યો છે. શું હવે વિરાટ કોહલી ખરેખર નિવૃત્ત થઈ ગયો છે? આ અમે નથી કહી રહ્યા પરંતુ સોશિયલ મીડિયા પર એક નિવેદનનો સ્ક્રીનશોટ ખૂબ જ શેર થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અહીં જાણો આ વાયરલ દાવાની સત્યતા શું છે? અહેવાલ અનુસાર, વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય બદલવાની વિનંતી કરવામાં આવી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ ઘણી વિચાર-વિમર્શ પછી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

વાયરલ સ્ટેટમેન્ટ મુજબ, તેમણે ઇઈઈઈં, કોચ, સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ આભાર માન્યો. તેમણે ચાહકોનો તેમના સમર્થન બદલ આભાર પણ માન્યો, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નિવેદનમાં કોઈ સત્ય નથી. વિરાટ કોહલીએ પોતે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોવાનું કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. તે જ સમયે, ઇઈઈઈં તરફથી પણ આવી કોઈ અપડેટ આવી નથી. વિરાટ કોહલીનું આ નિવૃત્તિનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement