ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન ધોનીના હાથમાં?
પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈએ પહેલી 3 મેચમાંથી 2 મેચ હારી છે. પહેલી મેચ જીત્યા બાદ ટીમને સતત બે હારનો સામનો કરવો પડ્યો. એવામાં ટીમ માટે કોઈપણ કિંમતે વાપસી કરવી જરૂૂરી છે. પરંતુ આગામી મેચ પહેલા ટીમના નેતૃત્વમાં ફેરફાર થઈ શકે છે. આગામી મેચ માટે ખજ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બની શકે છે.
ગત વર્ષે ચેન્નઈની કેપ્ટનશિપ છોડનાર ખજ ધોની 17 મેચ પછી ફરીથી ટીમની કમાન સંભાળતા દેખાશે. આજે ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો દિલ્હી કેપિટલથી થશે. આ મુકાબલો ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. બપોરે થનારા આ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના રેગ્યુલર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ફિટનેસને લઈને ઝઝૂમી રહી છે. જોકે, એવું માનવામાં આવે છે કે ગાયકવાડ માટે આ મેચમાં રમવું મુશ્કેલ છે.