શનિવારથી ફરી શરૂ થશે IPL, 6 સ્થળોએ 17 મેચ રમાશે
બેંગલુરુ, દિલ્હી, લખનૌ, મુંબઇ અને અમદાવાદમાં રમાશે, 3 જૂને ફાઇનલ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, BCCI એ 9 મે ના રોજ IPL ને 1 અઠવાડિયા માટે સ્થગિત કરી દીધું. આ પહેલા 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. જોકે, હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ બાદ, BCCI એ બાકીની મેચો માટે એક નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. નવા સમયપત્રક મુજબ, લીગ 17 મેથી ફરી શરૂૂ થશે અને કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે. આ ઉપરાંત ફાઇનલ મેચ 3 જૂને યોજાશે.
BCCIએ બાકીની મેચો 6 સ્થળોએ યોજવાનો નિર્ણય લીધો છે, જેમાં બેંગલુરુ, દિલ્હી, લખનૌ, મુંબઈ, અમદાવાદ અને જયપુરનો સમાવેશ થાય છે. આ દરમિયાન, બાકીની લીગ મેચો 17 મે થી 25 મે દરમિયાન રમાશે, જેમાં 2 ડબલ હેડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્લેઓફ મેચો 29 મેથી શરૂૂ થશે અને ફાઈનલ મેચ 3 જૂને યોજાશે. પરંતુ BCCI એ હજુ સુધી પ્લેઓફ મેચો માટે સ્થળો નક્કી કર્યા નથી. તે પછીથી તેની જાહેરાત કરશે.
એક પ્રેસ રિલીઝ જારી કરીને IPLએ જણાવ્યું હતું કે BCCIને ટાટા IPL 2025 ફરી શરૂૂ કરવાની જાહેરાત કરતા આનંદ થાય છે. કુલ 17 મેચ 6 સ્થળોએ રમાશે, જે 17 મેથી શરૂૂ થશે અને 3 જૂને ફાઈનલમાં સમાપ્ત થશે. નવા શેડ્યૂલમાં બે ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે બે રવિવારે રમાશે. પ્લેઓફનો સમય નીચે મુજબ છે - ક્વોલિફાયર 1 - 29 મે, એલિમિનેટર - 30 મે, ક્વોલિફાયર 2 - 1 જૂન અને ફાઈનલ - 3 જૂન. પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે .