IPL ખેલાડીઓને સુખ-સુવિધાથી વંચિત ટ્રેનમાં ધર્મશાલાથી દિલ્હી પહોંચાડાયા
યુદ્ધના વાતાવરણના કારણે મેચ રદ કરવામાં આવી હતી
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે IPL2025 સ્થગિત કરવામાં આવ્યું છે. આ જાહેરાત પહેલા, 8 મેના રોજ ધર્મશાલામાં રમાઈ રહેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ્દ કરવામાં આવી હતી.BCCIએ બધા ખેલાડીઓ, મેચ અધિકારીઓ અને પ્રસારણ સાથે સંકળાયેલા લોકોને ખાસ ટ્રેન દ્વારા સુરક્ષિત રીતે દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને ધર્મશાલાથી થોડા કિલોમીટર દૂર અનેક શહેરો પર હુમલો કર્યો હતો. આ કારણે, ભારતીય બોર્ડે IPL2025ની 58મી મેચ અધવચ્ચે જ રદ્દ કરી દીધી હતી. ખાસ વંદે ભારત ટ્રેનની મદદથી તમામ ખેલાડીઓને સુરક્ષિત રીતે દિલ્હી લાવવામાં આવ્યા હતા.
BCCIએ ખૂબ જ ઓછા સમયમાં ટ્રેનની વ્યવસ્થા કરવા બદલ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો પણ આભાર માન્યો હતો. દિલ્હી કેપિટલ્સના સ્પિનર કુલદીપ યાદવે પણ જણાવ્યું કે કેવી રીતે દરેક માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલ મુજબ, કાંગડા જિલ્લાના એસપી શાલિની અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે લગભગ 40-50 નાના વાહનોમાં તમામ ખેલાડીઓ, ટીમ અને મેચ અધિકારીઓ અને પ્રસારણ કરનારા લોકોને સુરક્ષિત રીતે હોશિયારપુર લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય પોલીસનો કાફલો પણ તેમની સાથે હતો. હોશિયારપુરથી, પંજાબ પોલીસે કાફલાની સુરક્ષા સંભાળી અને ત્યાંથી બધાને જલંધર લઈ જવામાં આવ્યા, જ્યાં એક ખાસ ટ્રેન પહેલેથી જ તૈયાર હતી.