15-16 ડિસેમ્બરે અબુધાબીમાં યોજાશે IPLનું મિની ઓક્શન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની આગામી સિરીઝ માટે ડિસેમ્બરમાં થનાર હરાજી આબૂ ધાબીમાં થશે.
ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ મંગળવારે આ વિશે જાણકારી આપી હતી. દુબઈ (2023) અને જેદ્દા (2024) પછી આ સતત ત્રીજી વાર હશે, જ્યારે ઓક્શનનું આયોજન વિદેશમાં કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું, અબૂ ધાબીને ઓક્શન વેન્યૂ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
IPL 2026 માટેની હરાજી 15 અથવા 16 ડિસેમ્બરના રોજ થવાની સંભાવના છે. ગયા વર્ષે સાઉદી અરબમાં થયેલા મેગા ઓક્શન પછી આ એક મિની ઓક્શન છે. ક10 ટીમો માટે ખેલાડીઓને રિટેન કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક હાઈ-પ્રોફાઇલ ટ્રેડ લગભગ પૂર્ણ થવા જઈ રહ્યું છે. વાતચીત ફાઇનલ રાઉન્ડમાં છે અને જલ્દી જ તેની જાહેરાત થવાની શક્યતા છે. સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ આગામી સિઝનથી રવિન્દ્ર જાડેજાની સેવાઓ લેશે.