IPL-2025નો પ્રારંભ 21 માર્ચથી, કોલકાતા-હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ
IPL 2025ની શરુઆત 21 માર્ચથી થવાની છે. ટૂર્નામેન્ટના શેડ્યૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ આ અઠવાડિયે રિલીઝ થઈ શકે છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ છેલ્લી સિઝનની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે યોજાશે. ગઈ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટાઈટલ જીત્યું હતું. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિજય ટાગોરે ડ દ્વારા IPL 2025 સંબંધિત અપડેટ શેર કરી છે. તેમણે ડ પર પોસ્ટ કર્યું કે IPL 2025નું શેડ્યૂલ ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ટુર્નામેન્ટ 14 માર્ચથી શરૂૂ થવાની હતી. પરંતુ બાદમાં તેને વધુ લંબાવવામાં આવી હતી. હવે તે 21મી માર્ચથી રમાશે.
ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ગત સિઝનના ફાઇનલિસ્ટ વચ્ચે રમાય છે. તેથી આ વખતે પણ આ પરંપરા આગળ વધી શકે છે. IPL 2024ની ફાઈનલ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ વખતે આ બંને ટીમો વચ્ચે IPL 2025ની પ્રથમ મેચ રમાઈ શકે છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાઈ શકે છે.
આ સિઝનની ફાઇનલ મેચ 25મી મેના રોજ રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ શકે છે. ટૂર્નામેન્ટનો ક્વોલિફાયર હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટનો એલિમિનેટર પણ અહીં જ યોજાશે. જોકે, ટુર્નામેન્ટનું સંપૂર્ણ શિડ્યુલ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તે આ અઠવાડિયે જાહેર કરવામાં આવી શકે છે. ગત વર્ષે IPLની શરૂૂઆત 22 માર્ચે થઈ હતી, જેમાં પ્રથમ મેચ છઈઇ અને ઈજઊં વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચ 26 મેના રોજ ઊંઊંછ અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં ઊંઊંછ વિજેતા બની હતી. આ વખતે ફાઈનલ મેચ ઊંઊંછના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ શકે છે.