For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે દુબઇમાં IPL-2024ની મિનિ હરાજી, 333માંથી 77 ખેલાડીનું નસીબ ચમકશે

12:35 PM Dec 18, 2023 IST | Sejal barot
કાલે દુબઇમાં ipl 2024ની મિનિ હરાજી  333માંથી 77 ખેલાડીનું નસીબ ચમકશે

IPLની 2024 સીઝન અગાઉ મિની હરાજી કાલે દુબઈમાં યોજાશે. એમાં તમામ 10 ટીમે કુલ 77 ખેલાડીનાં સ્થાન ભરવાનાં રહેશે, જેમાં 30 વિદેશી ખેલાડીનાં સ્થાન પણ છે. હરાજીમાં 333 ખેલાડીનાં નામ પર બોલી લાગશે. 214 ભારતીય અને 119 વિદેશી છે. હરાજીમાં ખર્ચ કરવા માટે ટીમો પાસે કુલ 262.95 કરોડ રૂૂપિયા રહેશે, જે IPL ઈતિહાસમાં કોઈપણ મિની હરાજી કરતાં સૌથી મોટી પર્સ સાઈઝ છે,
ગુજરાત ટાઈટન્સ પાસે સૌથી વધુ 38.15 કરોડનું પર્સ છે. જ્યારે લખનઉ (13.15 કરોડ) પાસે સૌથી ઓછી રકમ છે. સૌથી મોટો પડકાર કોલકાતા સામે છે. તેની પાસે 32.70 કરોડ રૂૂપિયા છે, પરંતુ સ્કવોડમાં 12 સ્થાન ખાલી છે. ચેન્નઈએ 31.40 કરોડ રૂૂપિયાના પર્સ થકી 6 સ્થાન ભરવાનાં છે. એક ટીમ સ્કવોડમાં ઓછામાં ઓછા 18 અને વધુમાં વધુ 25 ખેલાડી રાખી શકાય, જેમાં 8 વિદેશી ખેલાડી હોઈ શકે છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈની ટીમ અંબાતી રાયડુની નિવૃત્તિ બાદ તેના રિપ્લેસમેન્ટને શોધી રહી છે. મિડલ ઓર્ડરમાં પાવર હિટર ભારતીય બેટરની શોધમાં છે. બાકી 6 સ્લોટ્સમાં ટીમ 1 વિદેશી ઝડપી બોલર કે ઓલરાઉન્ડરને સામેલ કરવા માગશે. ટીમ ભારતીય વિકેટકીપિંગ વિકલ્પ તરફ પણ ફોક્સ કરી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ
સ્લોટ્સ-8, પર્સમાં રકમ- 17.75 કરોડ ટીમ હજુ પણ વિદેશી ઓલરાઉન્ડરની શોધમાં રહેશે. મુંબઈના વિજયગાળાનાં ભાગ રહેલા પોલાર્ડનો યોગ્ય વિકલ્પ મળ્યો નથી. ટીમે હાર્દિકનાં ચક્કરમાં કેમરુન ગ્રીનને પણ રિલીઝ કરી દીધો. વિદેશી બોલર સાથે વિદેશી ઓલરાઉન્ડર મુંબઈ માટે વિનિંગ કોમ્બિનેશન રહ્યું છે. ટીમ ફરીથી તે સ્કિલસેટના ખેલાડીઓ શોધવાના પ્રયાસમાં રહેશે.
ગુજરાત ટાઈટન્સ
સ્લોટ્સ- 8, પર્સમાં રકમ- 38.15 કરોડ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિકનો વિકલ્પ શોધશે. ભારતીય સર્કિટમાં આવી સ્કિલવાળા ખેલાડીઓ મળવા મુશ્કેલ હોવાથી ટીમ વિદેશી ખેલાડી પર ફોક્સ કરી શકે છે. અલ્ઝારીને રિલીઝ કર્યા બાદ વિદેશી ઝડપી બોલર પણ ટીમ શોધી રહી હશે. એક સ્થાન ભારતીય વિકેટકીપરને સાહાના બેકઅપ તરીકે સામેલ કરવા માટે ભરી શકાય છે.
કોલકાતા
સ્લોટ્સ-12,પર્સમાં રકમ- 32.70 કરોડ કોલકાતાએ બાકી રહેલી રકમમાંથી લગભગ અડધી સ્કવોડ તૈયાર કરવાની છે. સૌથી વધુ ફોકસ ઝડપી બોલર્સ પર રહેશે, કારણ કે- સાઉથી, ફર્ગ્યુસન, ઉમેશ યાદવ અને શાર્દૂલને રિલીઝ કરી દીધા છે. એક ભારતીય કીપર અને રસેલના વિકલ્પ તરીકે વિદેશી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરની જરૂૂર પણ ટીમને હોવાનું જોવા મળે છે.
બેંગલુરું
સ્લોટ્સ-6, પર્સમાં રકમ- 23.25 કરોડ હેઝલવૂડ, હસરંગા, હર્ષલને રિલીઝ કર્યા. હવે 6 સ્લોટ્સમાંથી 3માં તેમના વિકલ્પ શોધવાના રહેશે. ટ્રેડ કરેલા શાહબાઝ એહમદના સ્થાને ભારતીય ફિનિશર કે ઓલરાઉન્ડરને લઈ શકે છે. વિદેશી પેસર પર ફોકસ રહેશે, જે ટોપ્લીનો બેકઅપ હોય અને સિરાજ સાથે નવા બોલથી બોલિંગ કરી શકે.
હૈદરાબાદ
સ્લોટ્સ-6, પર્સમાં રકમ- 34 કરોડ ટીમે માત્ર 6 ખેલાડીને રિલીઝ કર્યા, એવામાં સ્કવોડ લગભગ તૈયાર જોવા મળે છે, જોકે ઘણા ખેલાડીઓના બેકઅપની જરૂૂર પણ છે. સૌથી મોટી જરૂૂર એક વિદેશી સ્પિનરની છે, કારણ કે આદિલ રશીદ અને અકીલ હુસૈન હવે ટીમમાં નથી. એક મુખ્ય વિદેશી બેટર અને વિદેશી ઓલરાઉન્ડર પણ ટીમને જરૂૂર છે.
દિલ્હી કેપિટલ્સ
સ્લોટ્સ-9, પર્સમાં રકમ- 28.95 કરોડ રિષભ પંતના રમવા અંગે શંકા છે, એવામાં ટીમને એક ભારતીય ફિનિશર અને કીપર-બેટરની જરૂૂર છે. મિચેલ માર્શના બેકઅપમાં વિદેશી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને સ્કવોડમાં સામેલ કરવાનો પ્રયાસ રહેશે. ભારતીય ઝડપી બોલિંગ બેકઅપ અને બેટરને પણ સામેલ કરવા માગશે.
પંજાબ કિંગ્સ: સ્લોટ્સ-8, પર્સમાં રકમ- 29.10 કરોડ પંજાબે નવી સીઝન અગાઉ ફિનિશર બેટર શાહરુખ ખાનને રિલીઝ કરી મોટું જોખમ લીધું. હવે આ સ્થાને તેણે ભારતીય બેટિંગ ઓલરાઉન્ડરની જરૂૂર રહેશે. સેમ કરનના બેકઅપ તરીકે વિદેશી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરની પણ જરૂૂર છે. આ ખોટ સ્પિન ઓલરાઉન્ડર થકી પણ ભરી શકાય છે.
રાજસ્થાન રોયલ્સ
સ્લોટ્સ-8, પર્સમાં રકમ- 14.50 કરોડ ટીમ નવી સીઝન અગાઉ સંતુલિત જોવા મળે છે. બટલર, હેટમાયર, સેમસન, યશસ્વી જેવા મેચ વિનર છે. હોલ્ડરને રિલીઝ કર્યા બાદ વિદેશી ઓલરાઉન્ડરની ખોટ છે. બોલ્ટના બેકઅપમાં પણ વિદેશી બોલર પર નજર કરવી જોઈએ. પડ્ડિકલના સ્થાને ભારતીય બેટર અને રૂૂટના વિકલ્પ તરીકે વિદેશી બેટરને ટીમમાં સામેલ કરી શકે છે.
લખનઉ
સ્લોટ્સ-6, પર્સમાં રકમ- 13.15 કરોડ દેવદત્ત પડ્ડિકલને સામેલ કરી ઓપનિંગ સ્લોટ મજબૂત કર્યા. પેસર આવેશ ખાનને રિલીઝ કરતાં ટીમ એક ભારતીય ઝડપી બોલર કે ભારતીય ઓલરાઉન્ડર સામેલ કરવા માગશે. મિડલ ઓર્ડરમાં ભારતીય બેટરની પણ જરૂૂર લાગે છે. ડેનિયલ સેમ્સની ખોટ ના વર્તાય તેવા ખેલાડીને પણ ટીમ સામેલ કરવા માગશે.

Advertisement

119 વિદેશી ખેલાડીઓ ઓક્શન પૂલમાં એન્ટ્રી કરશે

333 ખેલાડીઓની યાદીમાં 116 કેપ્ડ, 215 અનકેપ્ડ અને બે સહયોગી ખેલાડીઓનો સમાવેશ થાય છે. કુલ 119 વિદેશી ખેલાડીઓ ઓક્શન પૂલમાં એન્ટ્રી કરશે, જેમાં ઇંગ્લેન્ડના સૌથી વધુ 25 ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ પછી ઓસ્ટ્રેલિયાના 21 અને સાઉથ આફ્રિકાના 18 ખેલાડીઓ હશે. તો વેસ્ટ ઈન્ડિઝના 16, ન્યુઝીલેન્ડના 14, શ્રીલંકાના 8, અફઘાનિસ્તાનના 10, બાંગ્લાદેશના 3, ઝિમ્બાબ્વેના 2, નેધરલેન્ડ અને નામિબિયાના 1-1 ખેલાડીઓ પણ હરાજીની યાદીમાં સામેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement