For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતનો બદલો, 25 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

10:39 AM Mar 03, 2025 IST | Bhumika
ભારતનો બદલો  25 વર્ષ બાદ ચેમ્પિયન ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું

શ્રેયસની 79 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ, વરૂણ ચક્રવતીની 5 વિકેટે પાસુ પલટાવ્યું

Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 44 રનના મોટા અંતરથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત માત્ર એક મેચની જીત નથી, પરંતુ 25 વર્ષ જૂના ઘાવ પર લગાવેલો મલમ પણ છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ તેમનો આ નિર્ણય ભારતીય બેટ્સમેનો અને બોલરોએ ખોટો સાબિત કરી બતાવ્યો.

ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડને 250 રનનો પડકારજનક ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં કિવી ટીમ માત્ર 205 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ શાનદાર જીત સાથે જ ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ પાસેથી 25 વર્ષ પહેલા મળેલી હારનો હિસાબ ચૂકતે કર્યો.

Advertisement

આ મેચ પહેલા, વર્ષ 2000માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક જ મેચ રમાઈ હતી અને એ મેચ હતી ફાઈનલ. એ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 4 વિકેટથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. એ હાર ભારતીય ક્રિકેટ ચાહકોના દિલમાં આજે પણ ક્યાંક ખૂંચતી હતી. 2000ની ફાઈનલમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે 264 રન બનાવ્યા હતા, જેમાં ગાંગુલીએ પોતે 117 રનની સદી ફટકારી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડના ક્રિસ કેન્સે 102 રનની ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનતા રોકી દીધું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2000ની એ ફાઈનલ મેચ પછી, આ ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોઈ મુકાબલો થયો ન હતો.

પરંતુ હવે, 25 વર્ષ બાદ, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય સેનાએ મેદાનમાં એન્ટ્રી કરી અને ન્યૂઝીલેન્ડને બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય વિભાગોમાં પછાડી દીધું. આ જીત સાથે ભારતે માત્ર મેચ જ નથી જીતી, પરંતુ 25 વર્ષ પહેલાની હારનો બદલો પણ લઈ લીધો છે. આ ઐતિહાસિક જીતમાં ત્રણ ખેલાડીઓ મુખ્ય હીરો તરીકે ઉભરી આવ્યા - વરુણ ચક્રવર્તી, શ્રેયસ અય્યર અને રોહિત શર્માની કેપ્ટનશીપ. આ ખેલાડીઓએ ટીમને વિજયના શિખર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

એક સમયે ભારતીય ટીમ 30 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને સંકટમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ શ્રેયસ અય્યરે બાજી સંભાળી અને ધીરજપૂર્વક બેટિંગ કરતા રન બનાવવાની જવાબદારી લીધી. તેણે 98 બોલમાં 79 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને ટીમ ઇન્ડિયાને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. બીજી તરફ, વરુણ ચક્રવર્તીએ બોલિંગમાં કમાલ કરી બતાવ્યું. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો તેની રહસ્યમય બોલિંગનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા અને વરુણે 5 મહત્વની વિકેટ ઝડપી. તેના આ શાનદાર પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો. રોહિત શર્માની કેપ્ટનશીપે ટીમનું નેતૃત્વ ખૂબ જ સારી રીતે કર્યું અને ફિલ્ડ સેટિંગથી લઈને બોલિંગમાં બદલાવ સુધીના તેના નિર્ણયો યોગ્ય સાબિત થયા.

Advertisement
Tags :
Advertisement
Advertisement