કોરિયાને હરાવી સુપર-4માં ભારતનો ધમાકેદાર વિજય
ભારતે ગઇકાલે એશિયા કપ 2025 માં સુપર-4 ની પહેલી મેચ જીતી લીધી છે. ભારતની મહિલા હોકી ટીમે કોરિયાને 4-2 થી હરાવ્યું હતું. આ મેચમાં સંગીતા કુમારીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી. જેણે ભારત માટે ગોલ કર્યો. સંગીતા ઉપરાંત, વૈષ્ણવી ફાળકે, લાલરેમ સિયામી અને રુતુજા પિસાલે પણ 1-1 ગોલ કર્યા.
ભારતીય ટીમ મહિલા હોકી એશિયા કપ 2025 ની લીગ મેચોમાં પૂલ બી મા ટોચ પર રહી. ભારતે પ્રથમ મેચમા થાઈલેન્ડ કસામે 11-0 થી શાનદાર જીત મેળવી. આ પછી, જાપાન સાથેની મેચ 2-2 થી ડ્રો રહી. આ પછી, ભારતે સિંગાપોર સામેની મેચમાં 12-0 થી જીત મેળવી. લીગ મેચો પછી ટીમ ઈન્ડિયાએ સુપર-4માં કોરિયા સામે 4-2થી જીત મેળવી છે. અત્યાર સુધી કોઈ પણ ટીમ આ એશિયા કપ ટુર્નામેન્ટમાં ભારતને હરાવી શકી નથી. ભારતે હાફ-ટાઇમ બ્રેકમાં એક ગોલનીલીડ સાથે પ્રવેશ કર્યો અને 32મી મિનિટે તેને ડબલ કર્યો. રુતુજા દાદા સોપિસાલે બોલ સર્કલની અંદર મેળવ્યો અને સંગીતાકુમારીને પાસ કર્યો, જેમણે સરળતાથી ગોલ કર્યો. ગયા વર્ષના ઉપવિજેતા કોરિયાએ ભારતીયો પર દબાણ જાળવી રાખ્યું જ્યારે 53મી મિનિટે ફરી એક વખત પેનલ્ટી કોર્નર દ્વારા યુજિને પોતાનો બીજો ગોલ કર્યો. મેચની અંતિમ મિનિટમાં રુતુજાએ પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂૂપાંતરિત કરીને રમતને પૂર્ણ કરી.