ચેમ્પિયન ટ્રોફી પહેલાં ભારતની યુએઇ અથવા બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ
ભારતીય ટીમ આવતા મહિને શરૂૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પ્રેક્ટિસ મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે તેના અભિયાનની શરૂૂઆત કરશે. સૂત્રોનું માનીએ તો ભારત બાંગ્લાદેશ અથવા સંયુક્ત આરબ અમીરાત (ઞઅઊ) સામે પ્રેક્ટિસ મેચ રમી શકે છે. જોકે, પ્રેક્ટિસ મેચની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.ICCના એક અધિકારીએ કહ્યું કે ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમશે, તેથી ભારતીય ટીમ ત્યાંની પરિસ્થિતિઓને અનુરૂૂપ પ્રેક્ટિસ મેચ માટે વાતચીત ચાલી રહી છે.
કારણ કે, ભારત અને બાંગ્લાદેશ સિવાય અન્ય ટીમો પાકિસ્તાનમાં હાજર રહેશે, તેથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રેક્ટિસ મેચ યોજાય તેવી સંભાવના વધારે છે. ભારત અને બાંગ્લાદેશ બંને ટીમો એકબીજા સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. જો આ વખતે સર્વસંમતિ ન બની તો UAE સામે પ્રેક્ટિસ મેચ થવાની શક્યતા છે. જોકે, UAE ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ નથી પરંતુ હોમ ટીમ હોવાને કારણે તે ત્યાં ઉપલબ્ધ રહેશે. હાલ તેની તારીખ પર વિચાર કરવામાં આવી રહી છે.વાસ્તવમાં, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે જે 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ પછી ટીમ પાસે સાત દિવસનો સમય હશે અને પ્રથમ મેચના એક કે બે દિવસ પહેલા પ્રેક્ટિસ મેચ રમી શકાશે.