For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો; ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું

10:53 AM Nov 01, 2025 IST | admin
ભારતની મર્દાનીઓએ રંગ રાખ્યો  ઓસ્ટ્રેલિયાને રગદોળ્યું

ભારતની પુરૂૂષોની ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાં સાવ બકવાસ દેખાવ કરીને ક્રિકેટ ચાહકોને નિરાશ કરી દીધા ત્યારે આપણી દીકરીઓએ લાજ રાખીને ભારતમાં રમાઈ રહેલા વુમન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતનો ફાઈનલ પ્રવેશ એ રીતે યાદગાર છે કે, ભારતની મહિલા ક્રિકેટ ટીમે સેમિ ફાઈનલમાં સાત વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને હરાવી છે.

Advertisement

આ જીત એ રીતે પણ યાદગાર રહી કે ભારતની દીકરીઓએ વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી મોટો ચેઝ કરીને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ 331 રન ચેઝ કરીને વર્લ્ડ કપમાં સૌથી મોટા ચેઝનો રેકોર્ડ પોતાના નામે કર્યો તેના દિવસોમાં જ ભારતે ઓસ્ટ્રેલિયા સામે 339 રન ચેઝ કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપી દીધો.

ઓસ્ટ્રેલિયાની ટીમે આપણને 339 રનનો ટાર્ગેટ આપેલો ત્યારે જ મોટા ભાગના ક્રિકેટ ચાહકોએ આશા છોડી દીધેલ. વિશ્વ ક્રિકેટમાં સૌથી બળૂકી મનાતી ઓસ્ટ્રેલિયન ટીમ સામે આપણે 300 રન પણ નહીં કરી શકીએ ને ભૂંડી રીતે હારીશું એવું લાગતું હતું પણ આપણી દીકરીઓ જીવ પર આવીને લડી અને ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપના ઇતિહાસનો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો.

Advertisement

ભારતની જીત ટીમ સ્પિરિટની જીત છે પણ રન ચેઝમાં સૌથી મહત્ત્વની ભૂમિકા જેમિમા રોડ્રિગ્ઝ ભજવી. જેમિમા 134 બોલમાં 14 ચોગ્ગામાં 1272ન બનાવીને અણનમ રહી તેના પરથી જ તેણે કેવી સેન્સિબલ બેટિંગ કરી હશે તેનો અંદાજ આવી જાય. મોટા શોટ મારવાના બદલે જેમિમાએ સિંગલ, ડબલ લઈને સ્કોર બોર્ડને ફરતું રાખ્યું. આપણી કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ યાદગાર ઈનિંગ રમીને 87 બોલમાં 89 રન ફટકાર્યા.

હવે ફાઈનલમાં ભારતની ટક્કર દક્ષિણ આફ્રિકા સામે છે. બે નવેમ્બર, 2025 ને રવિવારે રમાનારી ફાઈનલમાં ભારતની ટીમ પૂરા જોશ સાથે ઉતરશે તેમાં શંકા નથી પણ સામે આફ્રિકાની ટીમ પણ જોશમાં છે. ભારત અને સાઉથ આફ્રિકાની છેલ્લી પાંચ મેચમાંથી ભારત 4 મેચ જીત્યું છે પણ આ વર્લ્ડ કપમાં આફ્રિકાએ ભારતને હરાવેલું તેથી આફ્રિક્ત છોકરીઓને પણ ક્રમ આંકી શકાય તેમ નથી. ભારતીય ટીમ ત્રીજી વખત વુમન્સ વન-ડે વર્લ્ડ કપના ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં 2017 અને 2005માં ભારતની ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી પણ આ વખતે એવું ના થાય એવી આશા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement