For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતના મેડલ વિજેતા તીરંદાજો બાંગ્લાદેશમાં 10 કલાક ફસાયા

10:57 AM Nov 19, 2025 IST | Bhumika
ભારતના મેડલ વિજેતા તીરંદાજો બાંગ્લાદેશમાં 10 કલાક ફસાયા

બાંગ્લાદેશમાં વર્તમાન સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા આપવાની જાહેરાત કરી એને પગલે પાટનગર ઢાકામાં ફરી હિંસા ભડકી ઊઠી છે એવા માહોલમાં ભારતના મેડલ-વિજેતા તીરંદાજો સહિત કુલ 11 તીરંદાજ બે દિવસ પહેલાં ઢાકા માં ફસાઈ ગયા હતા અને તેમણે લગભગ 10 કલાક સલામતી કવચ વિના પસાર કરવા પડ્યા હતા. આ તીરંદાજો કુલ છ ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા

Advertisement

. એક તરફ મહિલા તીરંદાજો સહિતના આ ઍથ્લીટો એશિયન ચેમ્પિયનશિપ્સમાં ચંદ્રકો જીતીને આનંદિત હતા ત્યાં બીજી તરફ તેમણે ફ્લાઇટ્સ રદ થવાને કારણે ઢાકામાં પરેશાન થવું પડ્યું હતું. શનિવારે રાત્રે તેઓ રાત્રે 9.30 વાગ્યાની ફ્લાઇટ માટે અગાઉથી જ ઢાકા ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. એમાં વરિષ્ઠ તીરંદાજો અભિષેક શર્મા, જ્યોતિ સુરેખા તેમ જ ઑલિમ્પિયન ધીરજ બોમ્બાદેવરાનો પણ સમાવેશ હતો. તમામ તીરંદાજોમાં સાત મહિલા તેમ જ બે સગીર વયના તીરંદાજનો પણ સામેલ હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement