ઓસ્ટ્રેલિયા સાથેની પ્રથમ વન-ડેમાં જ ભારતની શરમજનક હાર
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચ હારવાના કોહલીના શરમજનક રેકોર્ડની બરાબરી કરતો ગિલ, કોહલીનું ખાતું પણ ન ખુલ્યું
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહેલી ODI શ્રેણીની શરૂૂઆત ટીમ ઈન્ડિયા માટે સારી રહી નથી. પહેલી ઘઉઈંમાં, કાંગારૂૂઓએ શુભમન ગિલની ટીમને સરળતાથી સાત વિકેટથી હરાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમના 131 રનના લક્ષ્યાંકને 21.1 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી પ્રાપ્ત કરી લીધો.
પર્થમાં રમાયેલી મેચ શુભમન ગિલની ODI કેપ્ટન તરીકેની પહેલી મેચ પણ હતી. જોકે, તે ટીમને જીત અપાવવામાં નિષ્ફળ ગયો. ગિલ અગાઉ T20I અને ટેસ્ટમાં પોતાની પહેલી મેચ હારી ચૂક્યો છે. ગિલ ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચ હારનાર બીજો ભારતીય કેપ્ટન છે.
અગાઉ, આ શરમજનક રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. પર્થમાં મળેલી હાર ટીમ ઇન્ડિયાની વર્ષની પહેલી ODI હાર હતી. આ સાથે આ ફોર્મેટમાં ભારતની જીતનો સિલસિલો સમાપ્ત થયો. ટીમ ઇન્ડિયા સતત આઠ મેચ જીતીને આ ટુર્નામેન્ટમાં પહોંચી હતી.
પર્થમાં રમાયેલી પહેલી ઘઉઈંમાં ભારતીય ટીમનું બેટિંગ પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું. ઇનિંગ્સ ઓપન કરવા આવેલા શુભમન ગિલ અને રોહિત શર્મા ખરાબ રીતે ફ્લોપ રહ્યા. રોહિતે ફક્ત આઠ રન બનાવ્યા, જ્યારે ગિલ પણ 10 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. શ્રેયસ અય્યરે પણ પોતાની બેટિંગથી નિરાશ કર્યા, 24 બોલમાં ફક્ત 11 રન બનાવી શક્યો.
અક્ષર પટેલ અને કેએલ રાહુલે ચોક્કસપણે ટીમની ઇનિંગ્સને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અક્ષર 38 રન બનાવ્યા બાદ કુહનેમેનના સ્પિનનો શિકાર બન્યો. રાહુલ 31 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. વોશિંગ્ટન સુંદરે પણ માત્ર 10 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં નીતિશ કુમાર રેડ્ડીના બે છગ્ગાની મદદથી ભારતનો સ્કોર 136 સુધી પહોંચ્યો. નીતિશ 11 બોલમાં 19 રન બનાવીને અણનમ રહ્યો.
મિચેલ સ્ટાર્કના બોલની ગતિમાં કાચુ કપાયું!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વનડે દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની. પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાયેલી સ્પીડ ગનમાં પહેલા જ બોલ પર મિશેલ સ્ટાર્કની ગતિ 176.5 કિમી/કલાકની હતી, જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ માનવામાં આવતો હતો. જોકે, બ્રોડકાસ્ટર્સના ગ્રાફિક્સે પાછળથી રીડિંગ સુધારીને 140.8 કિમી/કલાક કરી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે 176.5 કિમી/કલાકની રીડિંગ ટેકનિકલ ખામીનું પરિણામ હતું. સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના શોએબ અખ્તરના નામે છે, જેમણે 2003ના વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના નિક નાઈટ સામે 161.3 કિમી/કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.