મેલબોર્નમાં ભારતનો ધબડકો
ઓપનર ગિલ માત્ર 5 રન બનાવીને જ્યારે તિલક વર્મા શૂન્યમાં આઉટ, 93/5 વિકેટ ગુમાવી, અભિષેકની ફિફ્ટી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ ચાલી રહી છે, જેમાં બંને ટીમો આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાનાર T20 વર્લ્ડકપની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કેનબેરાના મનુકા ઓવલમાં રમાયેલી સીરિઝની પહેલી મેચમાં વરસાદને કારણે માત્ર 9.4 ઓવરનો જ ગેમ જોવા મળી હતી.આજે સિરીઝની બીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. જેમાં ભારતનો ધબડકો જોવા મળી રહ્યો છે. માત્ર 93 રનમાં 5 વિકેટ ટીમ ઇન્ડિયાએ ગુમાવી છે. મેચના પ્રારંભથી જ ભારતીય બેટસમેન દબાણમાં આવી ગયા હતા. ઓપનર શુભમન ગિલ માત્ર 5 રન બનાવીને આઉટ થયા બાદ સંજૂ સેમસન (2), સૂર્યકુમાર યાદવ (1), તિલક વર્મા (0), અક્ષર પટેલ (7) રન બનાવીને આઉટ થયા હતા. આ લખાય છે. ત્યારે અભિષેક શર્મા 50 અને હર્ષિત રાણા 17 રન સાથે મેદાનમાં છે.
